________________
જૈન પત્રકારત્વ
પોતાને જે સત્ય લાગે તે સ્પષ્ટતાથી કહેવાને જ પોતાનો ધર્મ સમજતા હતા.
વાડીલાલના પત્રકારત્વને વિકાસક્રમની દષ્ટિએ ત્રણ તબક્કામાં વહેંચી શકાય. ઈ.સ. ૧૮૯૯થી ૧૯૧૨ સુધી એમણે લગભગ સ્થાનકવાસી જૈનોને લક્ષમાં રાખીને પોતાના લેખોમાં પ્રગતિના માર્ગ ચીંધવાનું ચાલુ રાખ્યું. ત્યાર બાદ એમના વાચનનો વ્યાપ અને અભ્યાસ વધતાં પોતાની મર્યાદા સમજાઈ અને તેથી જ ૧૯૧૨થી ૧૯૧૭ સુધીના બીજા તબક્કામાં એમના કેન્દ્રસ્થાને સમસ્ત જૈનસમાજ રહ્યો. કેટલાક રૂઢિચુસ્ત લોકોને એમના વિચારો ગમતા નહીં પરંતુ થોડા ક્રાંતિકારી વિચારો ધરાવતા નાના વર્ગે એમને આવકાર્યા. ત્રીજો અને છેલ્લો તબક્કો ઈ.સ. ૧૯૧૭થી ૧૯૨૧નો રહ્યો જેમાં ‘જૈનહિતેચ્છુ’ના મુખપૃષ્ઠ પર તેઓ લખતા કે “દુનિયાભરમાં જ્યાં જ્યાં ‘જૈનત્વ’ છુપાયેલું હોય ત્યાં ત્યાંથી તેને બહાર લાવનારું, વિકસાવનારું અને માત્ર ‘જૈનત્વ’ને જ પૂજનારું પત્ર' અને સાથે જણાવતા કે ‘જીવવું’ એ કીડાનું લક્ષ્ય છે; ‘જીતવું એ ‘જૈન’નું લક્ષ્ય છે.’’ (‘જૈન હિતેચ્છુ” – ૧૯૧૮, મે.)
વાડીલાલ, પોતાને એમના પત્રોમાં તંત્રી તરીકે નહીં પરંતુ મુખ્ય લેખક તરીકે ઓળખાવતા અને તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, કુદરતી ઉપચારશાસ્ત્ર, તુલનાત્મક ધર્મવિચાર તથા મહિલાઓના ઉત્કર્ષને લગતા પ્રશ્નોની સ્પષ્ટતાથી રજૂઆત કરતા; તો જૈન ધર્મકથાઓને કલ્પનામિશ્રિત આગવી રીતે દર્શાવતા હતા. તેઓ ‘કલા ખાતર કલા'ના સ્વરૂપને નહિ પણ ‘જીવન ખાતર કલા'ના સત્યને સ્વીકારનારા હતા. ‘ઋષિદત્તા’ ધર્મકથાને ‘જૈન હિતેચ્છુ’માં ચાર માસ સુધી હપતે-હપતે એમણે પ્રગટ કરી હતી, તો ‘નમીરાજ', ‘ચક્રવર્તી બ્રહ્મદત્ત', ‘વીર જનેતા અને વીર બાળક’, ‘એલાયચી કુમારની કથા’, ‘કામ જિતેન્દ્ર વિજય શેઠ અને વિજયા શેઠાણી’, ‘સ્થૂલીભદ્ર’, ‘કપિલમુનિ’, ‘સતી દમયંતી’, ‘શાલિભદ્ર અને ધના અણગાર’, ‘કયવન્ના શેઠની કથા', ‘સગાળશા શેઠ અને કેલૈયોકુમાર', ‘સ્કંદક ઋષિની કથા’ જેવી અનેક ધાર્મિક કથાઓને બોધાત્મક રીતે રજૂ કરવાનો ઉપક્રમ સેવ્યો હતો. પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓની જેમ નાનાં બાળકો માટેની સુંદર ઉપદેશી વાર્તા ‘જૈન હિતેચ્છુ'ના આરંભનાં વર્ષોમાં લખાતી રહી હતી. ૧૯૦૭માં ‘સાધુવંદના’ શીર્ષકથી એમણે મહાન પુરુષોની ચરિતાવલી ‘સ્થાનક સ્પેક્ટેટર’ના
૧૮૦