________________
રાજકારણ જૈન પત્રકારત્વ પાપ ધર્મનો આશય કંઈ વાડા બાંધવાનો નહિ, પણ સકળ વિશ્વનો ઉદ્ધાર કરવાનો છે. “જૈન” થવા ઈચ્છનારે કંઈ લેવા માટે જૈન થવાનું નથી, જેને તો આપવાનું છે. પ્રાણીમાત્રના સુખ માટે – પ્રાણીમાત્રની ઉત્ક્રાંતિ (Evolution) માટે, પ્રાણીમાત્રની સગવડ માટે અને ઉદ્ધાર માટે, પોતાનાં સુખ અને સગવડનો ભોગ આપવો હોય તેમણે જ “જૈન” થવાનું છે.” (કોન્ફરન્સની ચડતી-પડતીનો ઈતિહાસ, પૃ. ૩૧). જૈન ધર્મના સિદ્ધાંતોનું અનુસરણ કરનારો જનતાનો સંઘ એવો અર્થ એમને જરાય અભિપ્રેત નહોતો. એમણે અનેક લેખોમાં લખ્યું છે કે, “જૈન ધર્મ' એ બીજું કંઈ નહીં પણ એક એવું બીબું છે કે જે વડે ત્રિગુણાત્મક માટીમાંથી ગગનવિહારી ગરૂડો ઘડાય, અરણ્યપ્રેમી એકાંતવાસી સિંહ ઘડાય. જ્યાં ઘડતરકલા નથી ત્યાં ‘જૈનત્વ' નથી; જ્યાં ઘડતરશોખ અને શક્તિ નથી ત્યાં જૈન ધર્મ નથી”. ('પ્રગતિનાં પાચિહનો: પ્રથમ આવૃત્તિ, ૧૯૦૩, પૃ. ૧). વાડીલાલનું માનસિક અને આત્મિક બળ અમાપ હતું અને એટલે જ એ કહી શકતા હતા કે “મારું લખાણ એ મારા જીવનનો તરજુમો છે.'
ઈ.સ. ૧૮૫માં દિગમ્બર જૈન સમાજે સમાજોન્નતિ માટે કોન્ફરન્સની સ્થાપના કરી હતી. વળી ધોતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજમાં પણ ૧૯૦૨માં કોન્ફરન્સ સ્થપાઈ ચૂકી હતી, તેથી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ સ્થપાય એ આશયથી વાડીલાલ જૈનહિતેચ્છુમાં પ્રચારકાર્ય આરંભી દીધું હતું અને એનાથી થતા લાભ વિશે પ્રોત્સાહનભય લખાણો લખવા માંડ્યા હતા. સ્થાનકવાસી જૈન સમાજના પ્રગતિવાંછુ મુનિવરોએ પણ આ વિચારણાને અનુમોદન આપ્યું હતું અને પોતાનાં વ્યાખ્યાનો દ્વારા જનજાગૃતિનું કાર્ય અપનાવ્યું હતું. આ સમયગાળામાં પૂના શહેરના જૈનસમાજ તરફથી લોકમાન્ય બાળગંગાધર ટિળકના હસ્તે વાડીલાલને સન્માનપત્ર અને પર્સ એનાયત થયાં હતાં. આ સન્માનનો પ્રત્યુત્તર આપતાં વાડીલાલે એક હિંદી-ગુજરાતી સામાહિક શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરિણામે ૧૯૦૬માં ફેબ્રુઆરીની ૨૬, ૨૭ અને ૨૮ તારીખોએ મોરબીમાં સ્થાનકવાસી જૈનોની પ્રથમ કૉન્ફરન્સ ભરાઈ ત્યારે વાડીલાલે “જૈન સમાચાર' સાપ્તાહિકનું પ્રકાશન કરી સમાજ સંગઠનના પ્રયત્ન શરૂ કરી દીધા હતા. કોઈને નમતું જોખવું એ એમના લોહીમાં નહોતું અને કોઈને ખોટું લાગે તેની એ કદી પરવા કરતા નહોતા.
૧૭૯