________________
જ જૈન પત્રકારત્વ જ
જ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તે સમયે મણિલાલ નભુભાઈ દ્વિવેદીના સુદર્શન પત્રની બોલબાલા હતી, જેનાં લખાણોનો વાડીલાલ પર ઊંડો પ્રભાવ હતો, તો નર્મદ અને દુર્ગારામ મહેતાજીના સાહિત્યિક અને સમાજલક્ષી લેખોની અસર પણ ઘણી હતી. તે સમયના કેટલાક ધર્મગુરુઓએ એવું વલણ અપનાવ્યું હતું કે દીક્ષા ગ્રહણ કરીને સાધુ બન્યા સિવાય ધર્મશાસ્ત્રોનો અભ્યાસ થઈ શકે નહીં. વાડીલાલે શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો અને જૈન સમાજને સમજાવવા માંડ્યું કે શાસ્ત્રાભ્યાસ માટે કોઈ પણ વ્યક્તિ લાયકાત ધરાવી શકે છે. શાસ્ત્રમાંથી જ અવતરણો લઈ પુરાવા આપી તેમણે પોતાના વિચારોને સમર્થન આપ્યું તેથી અનેક સાધુઓની અને અંધશ્રદ્ધાળુ શ્રાવકોની દુશ્મનાવટ એમણે વહોરી લીધી હતી. તેઓ સ્પષ્ટપણે માનતા કે સાધુનું હૃદય અને ચારિત્ર્ય, બંને શુદ્ધ હોવાં જોઈએ. હૃદયની અશુદ્ધિ તો કદાચ ક્ષમ્ય ગુનો ગણાય, પરંતુ ચારિત્ર્યનું સ્મલન તો સાધુ માટે અક્ષમ્ય ગુનો ગણાય. શરૂઆતનાં વર્ષોમાં તો પોતાને “જૈન” કહેવડાવવામાં શરમ અનુભવનાર વાડીલાલ, શાસ્ત્રોના વાચન બાદ, પોતે જૈન છે એમ છાતી ઠોકીને કહેવા લાગ્યા અને બીજાને જૈનશિક્ષણ આપવા પ્રવૃત્ત થયા. - “જૈન” શબ્દની સંકુચિત વ્યાખ્યા એવી કે જૈન ધર્મના સિદ્ધાંતોને અનુસરનારી જ્ઞાતિ. આ વાત વાડીલાલને જરાય મંજૂર નહોતી. તેઓ કહેતા કે જૈન” એટલે “સામાન્ય મનુષ્ય નહિ પણ, મનુષ્ય વિશેષ'. જે સામાન્ય જનને માથે જ્ઞાન અને ક્રિયારૂપી બે માત્રાઓ લાગે તે જૈન કહેવાય. એમને માટે જૈન શબ્દ સમૂહસૂચક નહીં પણ ભાવસૂચક હતો અને તેથી જ એમણે જૈન તત્ત્વજ્ઞાનને વ્યવહારમાં મૂકી જૈનજીવન ગાળવાનો નિશ્ચય કર્યો હતો. એમના મંતવ્ય પ્રમાણે જૈન તેનું નામ છે કે જે સમયનો, દ્રવ્યનો, શરીરબળનો, આબરૂનો, પ્રસિદ્ધિનો માત્ર સારો જ નહીં પણ સારામાં સારો ઉપયોગ શી રીતે થાય એ તરફ ધ્યાન આપે.” ('જૈનહિતેચ્છુ - ૧૯૧૪ - જાન્યુઆરી, પૃ. ૩૩). “ “જૈન” એટલે સત્યપ્રિય, 'જૈન' એટલે દયાળુ, જૈન' એટલે ન્યાયી, 'જૈન' એ શબ્દ બોલતાંની સાથે જ સામા પુરુષના હૃદયમાં સત્ય, દયા, ન્યાય વગેરે ગુણોની ઉજ્જવલ છાપ પડવી જોઈએ.” ('જૈન સમાચાર ગદ્યાવલિ – ભા. ૧-૨ પૃ. ૧૨૨) આમ વાડીલાલ દઢપણે માનતા કે જૈન” થવા માટે વણિક થવું જરૂરી નથી. જૈન
૧૭૮