________________
પારકા છN જૈન પત્રકારત્વ
ચૌદ વર્ષની ઉમરે અમદાવાદની ચૂહાઈ સ્કૂલમાં પ્રવેશ મેળવી, ખાનગી ટ્યુશનો કરી વાડીલાલે પોતાનું ગુજરાન ચલાવવા માંડ્યું અને પછી માતા-પિતાને પણ અમદાવાદ બોલાવી લીધાં. વિરમગામના એમના ગુરુઓએ અને મામલતદારે મોતીલાલને પત્ર લખીને જણાવ્યું હતું કે, “આ છોકરાને આગળ ભણાવવામાં ગમે તેટલું કષ્ટ પડે તે સહન કરી લેવા અમારી ભલામણ છે.’ મેટ્રિક્યુલેશન પરીક્ષા પસાર કરી ગુજરાત કોલેજના પ્રથમ વર્ષમાં દાખલ થયા તે પહેલાં પિતાએ એમને ધાર્મિક અભ્યાસ તરફ વાળી દીધા હતા. એમનાં માતા અને દાદીની ધર્મભાવનાનો પણ વાડીલાલ પર ઊંડો પ્રભાવ હતો તેથી સામાયિક, પ્રતિક્રમણ, ઉપવાસ જેવી ક્રિયાઓમાં એ રસ લેતા થયા હતા તો શાળા-કોલેજ્યાં પુસ્તકો વાંચવા ઉપરાંત અન્ય ઉપયોગી ગ્રંથો અને અંગ્રેજી લેખકોના ગ્રંથોના વાચન તરફ પણ તેઓ વળ્યા હતા. આંગ્લ નિબંધકાર એડિસનનાં લખાણોથી તેમજ ધ સિટિઝન ઓફ ધ વર્લ્ડ' (the Citizen of the world'ના લેખક ગોલ્ડસ્મિથથી પ્રભાવિત થઈ યુવક તખલ્લુસ ધારણ કરી ૧૮૯૪માં, માત્ર સોળ વર્ષની ઉમરે એમના જેવી શૈલી અપનાવી, સાંસારિક, નૈતિક અને ધાર્મિક વિષયોની પત્રમાળાને સમાવિષ્ટ કરનાર “મધુમક્ષિકા પુસ્તકનો પ્રથમ ખંડ એમણે લખ્યો હતો જેને એમના પિતાએ ૧૮૯૯માં પ્રકાશિત કર્યો હતો.
ધાર્મિક સંસ્કારોની ભૂમિકા હોવાને કારણે વાડીલાલ સાધુસંતોની મુલાકાત પણ લેતા હતા. આ સમયગાળા દરમિયાન એક દિવસ તેઓ ખંભાત સંપ્રદાયના મુનિવર શ્રી છગનલાલજી મહારાજના વાણીપ્રવાહને એકચિત્તે સાંભળી રહ્યા હતા. સમાજમાં પ્રર્વર્તમાન અધેર, જડતા, કૂપમંડૂકતા, અંધશ્રદ્ધા અને સંકુચિત મનોવૃત્તિ તરફ મુનિવરનો ઊંડો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો હતો અને વાડીલાલ એ તરંગોને જાણે આત્મસાત કરી રહ્યા હતા. આ મુનિવર્ય પાસેથી એમને જીવનમંત્રની પ્રાપ્તિ થઈ અને ખૂબ મથામણના અંતે જૈન સમાજમાં ઉદાત્ત વિચારોના પ્રસારના ઉદ્દેશથી એક માસિકપત્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો. પ્રિવિયસમાં ભણતા વિદ્યાર્થી જાહેરજીવનમાં સક્રિય ભાગ લે, તે પિતાને યોગ્ય ન લાગ્યું તેથી માસિકપત્રના તંત્રીપદનો ભાર પોતે સ્વીકારી લીધો અને એ રીતે ૧૮૯૯ના એપ્રિલ માસમાં જૈનહિતેચ્છુ” પત્રનો આરંભ થયો.
૧૭