________________
જ ય જૈન પત્રકારત્વ અપાયા અને કાનૂનનિષ્ણાત ગુમાવ્યો! વિરાટ વ્યક્તિત્વ-વિશાલ કૃતિત્વ: પરમ પૂજ્ય મહાસતીશ્રી ધર્મશિલાજી
તત્વચિંતક, પ્રતિભાસંપન્ન લોકપ્રિય સ્વ. ભાઈ ચીમનભાઈ વિધવાટિકાના સુગંધિત સુમન હતા. પોતાના સુમધુર જીવનની સૌરભ સમાજમાં ફેલાવીને આપણા વચ્ચેથી તેમનો નશ્વર દેહ ચાલ્યો ગયો છે, પરંતુ તેમનો આત્મા અજરઅમર છે.
જેમ અગરબત્તી પોતાના દેહના કણકણને બાળીને વાતાવરણને સુવાસિત અને પ્રકાશિત બનાવે છે તેમ સમાજસેવક ચીમનભાઈએ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ સમાજને સમર્પિત કરીને સમાજમાં જ્ઞાનનો પ્રકાશ અને પ્રેમની સુવાસ પ્રસરાવી છે. લાગે છે કે કવિની આ લીટીઓ તેમને જ ઉદ્દેશીને કહી હશે –
તુમ છવન કી દીપ શીખા હો, છસને કેવલ જલના જાના તુમ જલતે દીપક કી લૉ હો, છસને જલને મેં સુખ માના”
સૌજન્યમૂર્તિ ભાઈ ચીમનભાઈમાં સૂર્યનું પ્રખર તેજ પણ હતું અને ચંદ્રની શીતળતા પણ હતી. તેઓ સિદ્ધાંતમાં વજસમાન હતા તો વ્યવહારમાં પુષ્પ સમાન હતા. તેઓ ઉદાર વિચારક, સાચા સુધારક અને પ્રખર ક્રાંતિકારી હતા. તેમનું જીવન સાદું અને વિચારો ઉચ્ચ હતા.
ચીમનભાઈ ભાઈ માટે આ કાવ્યપંક્તિઓ યથાર્થ છે : જગ કહતા હૈ તુમ રહે નહીં, મન કહેતા હૈ તુમ હટે નહીં જગ ભી સચ્ચા, મન ભી સચ્ચા, તુમ ગયે સહી, પર મિટે નહિં જ્ઞાન કર્મ કે યોગી થે તુમ, અંત મેં બને ભકિતયોગી તુમ નવકારમંત્ર કો પા કર તમને સફલ બનાયા જીવન કો.
બધા ધર્મસ્થાપકો અને સંતપુરુષોનો એક મત છે કે સંયમ જીવનનો પાયો છે એ જ ધર્મ છે. સંયમ એટલે પોતાની જાત ઉપર કાબૂ મેળવવો. આ સંયમ સર્વ પ્રકારનો, જીવનની બધી ક્રિયાઓમાં અને વ્યવહારમાં કેળવવાનો છે. અસંયમથી જીવન વેડફાય છે. મન, વચન, કાયાથી સંયમ, વિચાર, વાણી અને વર્તનમાં સંયમ એ ધ્યેયલક્ષી જીવન.”
૧પ