________________
કાજ જેના પત્રકારત્વ
જાજ કહેવાય છે તેવા કડક વ્રત મથે તેમણે અન્યને ઈર્ષા થાય તેવી રીતે દેહ છોડ્યો. એમણે દેહ ત્યજ્યા એની આગલી સાંજે મહાસતીજી તેમને નવકારમંત્ર બોલાવી રહ્યાં હતાં. મહાસ જીએ પૂછ્યું, 'પાંચ વાગ્યા છે, પચ્ચખાણ લેવડાવું? તેમણે હા કહેતાં પૂછયું કે સાંજના પાંચ વાગ્યા છે કે સવારના?’ એ વખતે તો તેમને સાંજના પાંચ થયા છે એવો ખુલાસો અપાયોઃ લૌકિક દષ્ટિએ એ સત્ય હતું પણ એમના દેખીતી રીતે સભાન ચિત્તમાં અનભૂતિનું પરોઢ ઊઘડી રહ્યું હતું. અનુભવના આ પરોઢની ઝલક આપણને અવગાહનીના કેટલાક લેખોમાં મળે છે.
ભારતના ભામાશા : રતિભાઈ ગોંદિયા કાળની ગતિ કંઈક જુદી જ દિશાએ ચાલતી હોય છતાં એંધાણ દેખાય છે. એમ લાગે છે કે સમાજ માટે જીવન ન્યોછાવર કરનાર સપૂતોને એકએકને વીણીને કાળના ખપ્પરમાં લેવાની વિધાતાની યોજના છે. ગાંધીના આધ્યાત્મિક વારસદાર, પૂર્વની સંસ્કૃતિના સાક્ષીરૂપ ઋષિ વિનોબાજીએ ચિરવિદાય લીધી. ગાંધીજીના અંગત મંત્રી પ્રખર વિદ્વાન પ્યારેલાલજીના અવસાનની નોંધ તો હજી સુકાઈ નથી ત્યાં સૌરાષ્ટ્રની ધરતીના ધાવણને ઉજાળનાર ઉજજવળ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા, કુદરતી આફત વખતે સૌરાષ્ટ્રના વિસામારૂપ સમાજસેવક શ્રી ચીમનલાલ ચકુભાઈની ચિરવિદાય થઈ. ચીમનભાઈની વિદાય એ ગુજરાત માટે ભામાશાની વિદાય છે, સંસ્કારના રક્ષકની વિદાય છે.
દેશમાં તેમની ખ્યાતિ એક પ્રખર ધારાશાસ્ત્રી, પાર્લામેન્ટેરિયન, સાહિત્યકાર અને પત્રકાર તરીકે ની વધુ છે અને તેથી જ દેશની પ્રથમ બંધારણસભાના તેઓ સભ્ય હતા. દેશનું બંધારણ ઘડવામાં તેમનો ફાળો પણ ગણનાપાત્ર છે. એ ગણનાપાત્ર ફાળાના કારણે જ દેશના પ્રથમ પ્રધાનમંડળની યાદીના નામોમાં પંડિત નહેરુએ જે સી.સી. નામ લખ્યું હતું તે ચીમનભાઈનું હતું પણ દેશના સદ્ભાગ્યે કહો કે કમભાગ્યે, આ નામ આવા જ નામની બીજી વ્યક્તિનું છે તેવી કાર્યાલયની ગેરસમજણે ચીમનભાઈ ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં ન જોડાઈ શક્યા અને જ્યારે સોગંદવિધિનો સમય આવ્યો ત્યારે પંડિત નહેરુને પણ તેનું આશ્ચર્ય થયું અને તેમણે પૂછયું પણ ખરું કે યે સી.સી. કૌન હૈ?' ભાવિને ફેરવનારી આ ઘટનાએ દેશને એક પ્રખર સમાજ સેવક આપ્યો અને રાજકીય ક્ષેત્રે એક જબ્બર વહીવટકર્તા
૧૭૪