________________
રાજાજ જૈન પત્રકારત્વ જજ જજ જજ મારા પર ઋણ છે. કૃતજ્ઞતાની તેમની લાગણીનું પ્રત્યક્ષ દર્શન થયું.
મહાજન ચીમનલાલ ચકુભાઈ શાહ : ઈશ્વર પેટલીકર
સદ્ગત શ્રદ્ધેય ચીમનલાલ ચકુભાઈ શાહના ૮૨ વર્ષના દીર્ઘજીવનમાં અનેક પાસાં હતાં. જે વ્યક્તિ વ્યવસાયમાં નિષ્ઠાવાન હોય છે તે યથાશક્તિ સમાજનું કાર્ય કરી છૂટ્યા વિના રહી શકતો નથી. એ જમાનો આઝાદીની લડતનો હતો અને મુંબઈ જેવું જાગ્રત સ્થળ હતું એટલે ચીમનભાઈ કોંગ્રેસની પ્રવૃત્તિમાં જોડાયા વિના શી રીતે રહી શકે છે તેમની બુદ્ધિશક્તિનો ઉપયોગ કોંગ્રેસે '૩૭મા પ્રાંતિક સરકાર રચવાની જવાબદારી માટે લીધો. | મુંબઈબહાર ગુજરાતની નવી પેઢીનું એમના તરફ ધ્યાન દોરાયું અને ગૌરવ વસ્યું, તે પ્રબુદ્ધજીવન'ના તંત્રીની એમની કલમને લીધે. તંત્રી સદ્ગત પરમાનંદભાઈ કાપડિયાના અવસાન પછી ચીમનભાઈને તંત્રી થવાની ફરજ આવી પડી એટલે તેમની વિચારસમૃદ્ધિને અક્ષરદેહે અવતરવાની સ્થિતિ પેદા થઈ. તેમાંય '૭૫૭૭માં દેશ ઉપર લદાયેલા કટોકટીકાળમાં એમની કલમે લોકશાહી, વ્યક્તિ સ્વાતંત્ર્ય, બંધારણીય હક વગેરે પ્રશ્નો ઉપર સેન્સરશીપની પરવા કર્યા વિના સૌમ્ય અને છતાં અસંદિગ્ધ ભાષામાં કટોકટીના એકાધિકારવાદનો પડદો ચીરી નાખ્યો. એમનાં રાજકીય અને સામાજિક લખાણો ચિંતનપ્રેરક હતાં તેટલાં ધાર્મિક જેને આધ્યાત્મિક કહી શકાય તે પણ એવાં હતાં. એમને માટે મૂલ્યો, તત્ત્વો કેવળ જાણવાનો વિષય ન હતો એ જીવનમાં ઉતારવા માટે હતા. એમણે એમ.એ.માં તત્વજ્ઞાનનો વિષય લીધો હતો. પરીક્ષાનાં એમનાં પેપરો વાંચીને પરીક્ષકોએ જણાવ્યું કે છેલ્લાં વીસ વર્ષમાં અમે ફિલોસોફીમાં આવા પેપરો વાંચ્યાં નથી. તે પછી ચીમનભાઈએ જગતના ચિંતકોના વિચારોનો અભ્યાસ કર્યો હતો અને યથાશક્ય જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો હતો.
સંસારીથી તે સાધ્ય ન થઈ શકે તેમ માની લેવાથી ચીમનભાઈની આધ્યાત્મિક મૂડીથી આપણને આશ્ચર્ય થાય છે, પરંતુ એમનું જીવન સંસારીઓને શ્રદ્ધા પ્રેરે છે કે આ જમાનામાં મુંબઈ જેવાં મોટાં શહેરોના પ્રલોભન વચ્ચે વસવા છતાં ચીમનભાઈ જીવનનાં બધાં ક્ષેત્રમાં જનસમૂહથી અદકા મહાજન પુરુષાર્થ દ્વારા બની શક્યા છે.
૧૭૧