________________
જૈન પત્રકારત્વ જ જાજા રાજા
અનુભૂતિનું પરોઢ : હરિન્દ્ર દવે મુ. ચીમનભાઈ સતત મથતાં રહ્યા છે પ્રશ્નોનો ઉત્તર શોધવા માટે “આ જગત શું છે? તથા હું કોણ છું?નો વિચાર બે પ્રકારના ભાવ પ્રેરે છે. વિશાલ જગતમાં મનુષ્ય કેટલો નાનો છે એ ભાવ આવે એ સાથે જ જે ગતિ કરે છે એ જગત, સરે છે એ સૃષ્ટિ વચ્ચે સ્થાયી એવો આત્મા એ ભાવ પણ પ્રગટ્યા વિના ન રહે. વ્યક્તિ તરીકે પોતાનો વિચાર કરે ત્યારે આ જગતના બધા જ ચરાચર પદાર્થોમાં પોતાની અંતિમ ગતિ ક્યાં છે, એના પર પ્રતિ સ્થિર થયા વિના રહે નહીં. ચીમનભાઈ આ પ્રશ્નનો ઉત્તર પામ્યા હતા. તેમની અંતિમગતિ બાણગંગા પર કારની ચિતા પર અગ્નિમાં લીન થઈ ગયું એ સ્થૂલ અસ્થિપિંજર સાથે સંબંધિત ન હતી પણ આત્યંતિક કટ અને તીવ્રતમ વેદના વચ્ચે પણ સ્વસ્થ અને નિરામય રીતે નવકારમંત્રનું ઉચ્ચારણ એ એમની અંતિમગતિનું સૂચક હતું.
સ્વસ્થતાની મૂર્તિ : ફાધર વાલેસ એક શબ્દમાં સ્વ. શ્રી ચીમનભાઈનું મારું સ્મરણ વ્યક્ત કરું છું : સ્વસ્થતા. એમના વિચારો સ્વસ્થ, એમના ભાવ સ્વસ્થ, એમની વાણી સ્વસ્થ, સમતોલ, નિરવ, નિર્મળ. પ્રબુદ્ધજીવનના લેખો વાંચતી વખતે માહિતી મળતી પણ તે ઉપરાંત વાંચવાની મજા પડતી. આટલી સ્પષ્ટતા તર્ક, પ્રામાણિક્તા, પ્રકાશ, વિશ્લેષણ, સચ્ચાઈ જોવા મળે .
માનવીની સાચી કસોટી મૃત્યુ હોય છે. સ્વ. ચીમનભાઈને માટે એ છેલ્લી બીમારી, શસ્ત્રક્રિયા, શારીરિક પીડાને મૃત્યુની અકારી પ્રતીક્ષારૂપે કસોટી આવી. એમાં એમની સ્વસ્થતા અદ્ભુત હતી. પ્રબુદ્ધજીવનમાં આવેલ એમનો લેખ “મારી જીવનદષ્ટિ' પછી શસ્ત્રક્રિયા પહેલાનું મંથન અને બીમારીના ખાટલામાંથી લખાવેલ છેલ્લા બે લેખો એ મારે મન માનવસાધનાનું એક વિરલ સ્મારક છે.
ધર્મ માણસને સારી રીતે જીવતા શીખવાડે છે અને સારી રીતે મરતાં શીખવાડે છે. જૈન ધર્મમાં સારા જીવન માટે તેમજ સારા મૃત્યુ માટે બોધ, પ્રેરણા અને સામર્થ્ય છે એ સ્વ. ચીમનભાઈના ઉત્કૃષ્ટ ઉદાહરણમાં મૂર્તિમાન થયું છે.
સ્મરણાંજલિ - સ્વ. ચીમનલાલ શાહ : શાંતિલાલ શાહ ચીમનભાઈનો અને મારો પરિચય આશરે પંચાવન વરસાનો, એકાદ વરસ
૧૭૨