________________
જ
પત્રકારત્વ જજઅજજાજ ચીમનભાઈની ધર્મભાવના : શ્રી મોરાજી દેસાઈ
પ્રબુદ્ધજીવનના સ્મૃતિ અંકમાં શ્રી મોરારજી દેસાઈ જણાવે છે કે, ચીમનભાઈએ જીવી તો જાણ્યું જ, એમણે મરી પણ જાણ્યું. જીવવાનો આનંદ સહુકોઈને હોય, મરવાનો આનંદ કોઈને ન હોય, પણ ચીમનભાઈને મન જીવવાના કે મરવાના આનંદમાં કોઈ ફરક નહોતો. મૃત્યુ આવતું હોવાનું જાણવા છતાં અંતિમ ક્ષણોમાં તેમના મનમાં ધર્મનો વિચાર રહ્યો હતો. સોલિસિટર તરીકે ચીમનભાઈ આરંભમાં બીજાથી કદાચ બહુ જુદા ન હતા પરંતુ પછીથી એમનામાં ધાર્મિક ભાવના ઉત્તરોત્તર વધતી ગઈ. તેની અસર એમના સોલિસિટર તરીકે વ્યવસાયમાં પણ વરતાતી હતી. સોલિસિટર હોવા છતાં ઝઘડાઓ શમાવવાનો અને સમાધાન કરાવવાનો તેઓ આગ્રહ રાખતા. ધર્મને આચરણમાં મૂકવો જોઈએ એમ તેઓ દઢપણે માનતા. એમને એમાં એટલી આસ્થા હતી તે તેમની છેવટની ઘડી સુધીની સ્વસ્થતા પરથી પણ જોઈ શકાય છે.
દષ્ટિપૂત વિચારક - માર્ગદર્શક : અમૃતલાલ યાજ્ઞિક તેઓ પોતાના લેખમાં જણાવે છે કે, જ્યારે ચીમનભાઈની ચિરનિદ્રાના સમાચાર વર્તમાનપત્રમાં વાંચ્યા ત્યારે મેં અકથ્ય મનોવેદના, સંવેદના અનુભવ્યાં. માર્ગદર્શક પ્રકાશ બુઝાયો અને અંધારું વ્યાખ્યું એવું લાગ્યું.
૧૯૮૦માં શ્રી પ્રતાપભાઈ ગાંધી સાથે જ્યારે સાવરકુંડલા એક સમારંભ માટે ગયા ત્યારે ચીમનભાઈનો અંતરંગ પરિચય થયો. તેમણે તેમના વિદ્યાર્થીકાળના પ્રસંગો કહ્યા, થોડી અંગત વાતો કરી, તેમની જીવનદષ્ટિની થોડી ઝાંખી કરાવી. તેની અમૂલ્ય વિચારસામગ્રી મારા ચિત્તમાં સંઘરાઈ છે. તેમને સાવરકુંડલા એટલે દૂર ભાવનગરથી કારમાં પ્રવાસ કરવો પડે તે તેમની તબિયતને અનુકૂળ નહોતું. છતાં તેમણે શા માટે જવાનું સ્વીકાર્યું એ વિશે કહેલું, “જ્યાં સુધી સવારમાં પેટ સાફ ન થાય ત્યાં સુધી બહાર નીકળવું એ મારી તબિયત માટે પ્રતિકૂળ છે. મારે બહારગામ લાંબે જવાનું થાય તો મારે જમવાનું ટાળવું પડે છે. આજે મારે ઉપવાસ જેવું થશે પણ હું પાર્લામેન્ટની ચૂંટણી માટે ઊભો હતો ત્યારે સાવરકુંડલાના લોકોએ તેમાં મદદ કરી. એમનું નિમંત્રણ આવે ત્યારે એમણે કરેલી મદદને હું કેમ ભૂલું? તબિયતની અગવડ ભોગવવી પડે તો પણ ત્યાં જવું મારી ફરજ છે. તેમનું
૧૭૦