________________
જા જા જૈન પત્રકારત્વ ઉપર તેઓ ભાર મૂકતા લાગ્યા હતા. તેઓ જુદા જુદા ધર્મસ્તોત્રોનું રટણ કરતા હતા પરંતુ તે યંત્રવત્ બની જાય ત્યારે બંધ કરી દેતા હતા. દિવાળીને દિવસે રાત્રે એમને લોહીની ઊલટી થઈ. ડોક્ટરોની દષ્ટિએ આ નિશાની સારી ન કહેવાય એટલે કે જીવનનો અંત ધાર્યા કરતાં હવે ઘણી ઝડપથી પાસે આવી રહ્યો છે. કેન્સર પેટમાઅં વધારે પ્રસરતું જતું હતું. બીજા દિવસથી એમની માંદગી ઘણી વધી ગઈ.
ધર્મશ્રવણ માટેની ઉત્સુકતા વધવા લાગી. બાજુના ઉપાશ્રયમાંથી પૂ. ધર્મશીલાજી મહાસતી અને અન્ય મહાસતીજી સવાર-સાંજ આવીને સ્તોત્રો ઈત્યાદિ સંભળાવવા લાગ્યાં. ચીમનભાઈ પણ મહાસતીજી સાથે તે સ્તોત્રો બોલવા લાગ્યા. યંત્રવત્ થાય તો પણ રટણ કરવાનું હવે તેમને રુચવા લાગ્યું. વળી, “હે અરિહંત ભગવાન, હું તમારે શરણે છું” એવું રટણ પણ તેઓ વારંવાર કરવા લાગ્યા. અંતિમ પળ પાસે આવી રહી છે એવો ભાસ થતાં પૂ. મહાસતીજીશ્રી ધર્મશીલાએ “સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું' એ પદનું રટણ ચાલુ કર્યું હતું. પૂ. મહાસતીજીએ એમને કહ્યું, “ચીમનભાઈ! તમને બધાં પચ્ચખાણ સાથે સંથારો લેવડાવશું ?” એ વખતે ચીમનભાઈએ સંમતિ દર્શાવી અને પોતાની મેળે બે હાથ ઊંચા જોડ્યા અને પથારીમાં બેઠા થઈ ગયા. આટલી બધી તાકાત તેમના શરીરમાં અચાનક ક્યાંથી આવી ગઈ એ નવાઈ પમાડે તેવું દશ્ય હતું. મહાસતીજીએ સંથારો ઉચ્ચાર્યો તે પછી ચીમનભાઈના ચહેરા પર નિર્દોષ પ્રસન્નતા અને અસાધારણ તેજ પથરાઈ ગયાં. આ એક ચમત્કૃતિ ભરેલી ઘટના બની ગઈ. મનુષ્યને ધર્મના તત્ત્વમાં શ્રદ્ધા પ્રેરે એવી એ ઘટના હતી. ત્યાર પછી થોડી વારે તેમણે પોતાનો દેહ છોડ્યો. ૨૦મી નવેમ્બર, ૧૯૮૨ના રોજ દેહવિલય થયો.
અવસાન પછી ચીમનભાઈના શરીરમાં ધીમે ધીમે તેજ વધવા લાગ્યું. હવે એમની આંખો પોતાની મેળે ખુલ્લી રહેવા લાગી. ડૉક્ટરના બંધ કરવા છતાં તે બંધ રહેતી નહોતી. એમના ચહેરા ઉપર સ્વસ્થતા અને શાંતિ પથરાયેલાં દેખાતાં હતાં. ચીમનભાઈના લૌકિક જીવનનો આ રીતે અંત આવ્યો. એક મહાન વિભૂતિની જીવનલીલા આ રીતે પૂર્ણ થઈ. મૃત્યુના સંદર્ભમાં પ્રજ્ઞાશીલ મનુષ્યની જીવનદષ્ટિ ઉત્તરોત્તર કેવી પરિમાર્જિત થતી જાય છે એનું નિદર્શન ચીમનભાઈનો અંતકાળ બની રહે છે.
૧૬૯