________________
પાનકારક જજ જૈન પત્રકારત્વ અજાજી જાય ટટ્ટાર ચાલવામાં તેઓ જે ર્તિ દાખવતા તે જોતાં તેમની શક્તિ ક્ષીણ થતી જાય છે તેવું જરા પણ લાગે નહીં. જીવનનાં છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ મુંબઈની બહાર બહુ ઓછું જતા પરંતુ મુંબઈની અનેક સભાઓમાં તેઓ સમયસર પહોંચી જતા અને પોતાનું સચોટ વક્તવ્ય રજૂ કરતા. તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી. અનેક વ્યક્તિઓ વિશે, ગ્રંથો વિશે, સોલિસિટર તરીકેના પોતાના વ્યવસાયની બાબતો વિશે ઘણી બધી વાતો સ્મૃતિના આધારે તરત કરી શકતા. તેઓ પોતાનાં રોકાણો માટે કોઈ નોંધ રાખતા નહીં પરંતુ ચાર-છ મહિના સુધીના પોતાનાં રોકાણોની તારીખો તેમને સહજપણે યાદ રહેતી. જીવનના અંતિમ સમય સુધી એમની સ્મૃતિશક્તિને કશી જ અસર પહોંચી નહોતી.
પેટમાં અસહ્ય દુખાવાને કારણે તેઓ નિદાન માટે જૈન ક્લિનિકમાં દાખલ થયા અને ત્યાર પછી પેટનું ઓપરેશન થયું ત્યાં સુધીના દિવસો દરમિયાન તેઓ સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં તેમની ખબર જોવા આવનાર અનેક લોકોને મળતા, વાતો કરતા અને પોતાની જીવનલીલા હવે પૂરી થવામાં છે એવાં ગર્ભિત સૂચનો પણ કરતા. હોસ્પિટલમાં પણ ક્યારેક તેઓ ખાટલા પર સૂવાને બદલે બહાર લોબીમાં સોફા પર બેઠા થાય અને બધાંની સાથે હસીને વાતો કરતા હોય. ઓપરેશન થયું ત્યાર પછી એમના જીવનનો એક નવો તબક્કો ચાલુ થયો. કેન્સરની ગાંઠ છે અને તે ઘણી પ્રસરી ગઈ છે એ પ્રકારનું નિદાન થયા પછી અને બાયપાસ સર્જરી થયા પછી ચીમનભાઈને અસહ્ય પીડા થવા લાગી. ક્યારેક એમને રાહત મળે તે માટે ઘેનનાં ઇજેક્શન પણ અપાયાં. તેઓ પણ ઘણુંખરું પથારીમાં સૂતા હોય અને ઊંઘતા હોય અથવા અર્ધજાગ્રત દશામાં હોય. હવે એકસાથે વધારે સમય બેસવાની કે વાત કરવાની એમની શક્તિ ઘટતી જવા લાગી. જે બોલે તેમાં પણ વાક્ય પૂરું થતાં ઠીકઠીક વાર લાગતી. આ સમયે પણ એમણે “પ્રબુદ્ધજીવન” માટે લેખ લખાવ્યો. આ દિવસો દરમિયાન એમનું ધર્મચિંતન સવિશેષપણે ચાલ્યું. ધર્મ પ્રત્યે તેઓ પૂરી આસ્થાવાળા હતા, પરંતુ તેઓ બુદ્ધિશાળી હતા તેથી તર્કસંગત વાત સ્વીકારવાનું તેમને વધારે ગમતું, પરંતુ હવે તેઓ કંઈ વિશેષ ભાવાદ્રિ બન્યા હતા. આ વિશ્વનાં તમામ ગૂઢ રહસ્યોનો તાગ મેળવવાનું ગજું મનુષ્યની બુદ્ધિમાં નથી અને એથી પરમતત્ત્વ પ્રત્યેની શરણાગતિનો ભાવ જ મહત્ત્વનો છે એ વાત
૧૬૮