________________
છ જૈન પત્રકારત્વ રાજા રાજા અને તેનો પ્રભાવ ચિત્તમાં સુદઢ અંકિત થયો. શ્રી ચીમનભાઈ સાચા અર્થમાં તત્વચિંતક છે તેની પ્રતીતિ એમના અંતકાળમાં વિશેષપણે થઈ. છેલ્લા દોઢેક વર્ષથી તેઓની પડોશમાં રહેવાના કારણે મારે વારંવાર સાંજના સમયે એમને મળવાનું થતું. હું મળે ત્યારે જડ અને ચેતન, તત્ત્વ, જીવ અને આત્મા, વિશ્વનું સ્વરૂપ અને વ્યવસ્થા વિશે ઘણીવાર ચર્ચા ચાલતી. છેલ્લા દિવસમાં તેઓ શ્રીમદ્ રાજચંદ્રનો મોટો ગ્રંથ નિયમિત વાંચતા. દેહ અને આત્માની ભિન્નતા અને દેહની અનિત્યતા વિશેના શ્રીમદ્ રાજચંદ્રનાં ઘણાં માર્મિક વચનો તેઓ મને વંચાવતા અને એ બધાં વિશે પોતે કંઈક લખવા ઈચ્છે છે એમ વારંવાર કહેતા. એમના એકાદ વિષય પર એમણે એક લેખ લખીને “પ્રબુદ્ધજીવનમાં પ્રગટ પણ કર્યો હતો.
ચીમનભાઈનું આરોગ્ય ઠેઠ બાલ્યકાળથી બહુ સુખરૂપ રહ્યું ન હતું. તેમને પેટની તકલીફ વારંવાર થતી હતી. એને કારણે પોતાના જાહેરજીવનમાં હરવાફરવાની દષ્ટિએ એમણે કેટલીક મર્યાદાઓ સ્વીકારી લીધી હતી. છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રી ચીમનભાઈ જાહેરસભાઓમાં ખાસ કરીને એમના જન્મદિનની ઉજવણી પ્રસંગે વખતોવખત એમ કહેતા, “મને મૃત્યુનો ભય નથી. આ પળે મૃત્યુ આવે તો પણ હું તે માટે સજ્જ છું.' પોત ઉચ્ચારેલું આ કથન તેમણે પોતાના અંતકાળમાં ચરિતાર્થ કરી બતાવ્યું. તેઓ પ્રકૃતિએ એટલા સ્વસ્થ અને શાંત હતા કે તેમને હૃદયરોગનો હુમલો થાય એવો સંભવ ન હતો. તેમનું ચિત્તતંત્ર પણ અત્યંત સૂક્ષ્મ આંદોલન ઝીલી શકે તેવું સ્વચ્છ, શાંત, નિર્મળ અને સુકુમાર હતું એટલે ચિત્તાવેગને કારણે થતા કોઈ રોગનો તેમને ભય નહોતો. તેઓ કોઈ વખત કહેતા, હું જઈશ તો પેટની બીમારીને કારણે જઈશ.” ૧૯૮૨માં ૧૧મી માર્ચના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તેમની ૮૧મી વર્ષગાંઠ સંઘના પરમાનંદ કાપડિયા હોલમાં ઉજવવામાં આવી હતી. તે દિવસે સાંજે કાર્યક્રમ પછી પાછા ફરતાં તેમણે કહ્યું,
હું બહારથી જેટલો સ્વસ્થ દેખાઉં છું તેટલો અંદરથી સ્વસ્થ નથી. I feel lump in my stomach" હું હવે લાંબુ જીવવાનો નથી. મારો અંતકાળ નજીક આવી રહ્યો છે.” એમના જેવી વ્યક્તિ સ્વસ્થતાપૂર્વક પોતાના વિશે આવી વાત કરે તો તેમ માનવી રહી, પરંતુ તેઓ સવારથી સાંજ સુધી ઘરે અને ઓફિસે જે રીતે કામ કરતા તે જોતાં તથા બોલવામાં, લખવામાં, વિચારવામાં, યાદ રાખવામાં,
૧૬૭