________________
ષ જૈન પત્રકારત્વ પાકના જજ માણસના વ્યક્તિત્વના આધ્યાત્મિક, સામાજિક અને રાજકીય આ ત્રણેય પાસાં તેમણે ખીલવ્યાં હતાં. તેઓ સાચા સાધક હતા. તેમનામાં કરુણા હતી. માત્ર ક્રિયાકાંડ એ ધર્મ નથી. ધર્મમાં તો અભય, અહિંસા, સત્ય અને નમ્રતા એ ચાર અવશ્ય હોવાં જ જોઈએ. એ ચારે પરસ્પર સંકળાયેલા છે. એ ચારમાંથી એક ન હોય તો બાકીના ત્રણ અધૂરાં છે. ધર્મને સતત આચરણમાં મૂકવો જોઈએ એ ચીમનભાઈની અતૂટ શ્રદ્ધા હતી. એમની વાણી અને વર્તનમાં ફરક નહોતો. એમનામાં આત્મનિરીક્ષણ સતત ચાલતું હતું. શ્રી ચીમનભાઈનું પરિણીત જીવન બહુ ઉત્સાહપ્રેરક ન હતુ. એ જમાનાની કેટલીય તેજસ્વી વ્યક્તિઓના જીવનમાં બન્યું હતું તેમ પતિ-પત્ની વચ્ચે અભ્યાસ, સંસ્કાર વગેરેનું અંતર રહેતું. એમને (પત્નીને) તેઓની જાહેરજીવનની પ્રવૃત્તિઓ બહુ પસંદ નહોતી. પરિણામે દામ્પત્યજીવનમાં ક્યારેક ઘર્ષણ થયા કરતું. ત્રણેક વખત પત્નીએ માનસિક સમતુલા ગુમાવી હતી પરંતુ તબીબી સારવારથી સારું થઈ ગયું હતું. આવી વ્યથાભરી પરિસ્થિતિમાં પણ ચીમનભાઈએ પૂરી સ્વસ્થતા, ધૈર્ય અને નિષ્ઠાથી પોતાનું ગૃહજીવન નભાવ્યું. પોતાની જાહેરજીવનની પ્રવૃત્તિઓ ઉપર તેની અસર પડવા ન દીધી. કેટલેક અંશે એ ગૃહજીવન જાહેરજીવનને પોષક બન્યું. માંદગી દરમિયાન એમણે પત્નીની સાર ચાકરી કરી. ઉત્તરાવસ્થામાં પત્નીનું માનસપરિવર્તન થયું હતું વારંવાર તેઓ ચીમનભાઈ માટે હૃદયની શુભેચ્છા વ્યક્ત કરતાં. ૧૯૭૩માં લગભગ બે વર્ષના મંદવાડ પછી તેમનું અવસાન થયું. ત્યાર પછી ૧૯૭૬માં ચીમનભાઈનાં માતાનું ૮૭ વર્ષની વયે સમાધિપૂર્વક અવસાન થયું. ચીમનભાઈને સંતાનમાં બે પુત્રો છે. મોટા પુત્ર મનસુખભાઈ એમની સાથે વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા અને નાના પુત્ર સુધીરભાઈ એન્જિનિયર છે. એ બંનેને ત્યાં સંતાનો છે. ઘરે ચીમનભાઈનો ઘણોખરો સમય વાંચન, ચિંતન, મનન અને લેખનમાં પાસર થતો.
ડૉ. રમણલાલ ચી. શાહ જણાવે છે કે, સ્વ. ચીમનલાલનો અંતકાળ એક બહુશ્રુત તત્વચિંતકને શોભે તેવો હતો. પોતે હોસ્પિટલમાં દાખલ થયા અને ઓપરેશન કરાવ્યું. ઘરે પાછા આવ્યા અને દેહ છોડ્યો ત્યાં સુધીના લગભગ પચાસ દિવસના ગાળા દરમિયાન એમના જીવનકાળને વારંવાર નજીકથી નિહાળવાનું બન્યું
૧૬૬