________________
જાય જાજા જૈન પત્રકારત્વ જ જાય, સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલના તેઓ શરૂઆતથી અંત સુધી પ્રમુખ રહ્યા. ચીમનભાઈ કાયદાના નિષ્ણાત હોવાથી કેન્દ્ર અને રાજ્યોની સરકારની એ વિષયની ઘણી જુદી જુદી સમિતિઓમાં વખતોવખત એમણે કામ કર્યું હતું. ગુજરાત સરકારના ઔદ્યોગિક વિકાસ નિગમના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી.
ચીમનભાઈ, લોકસભાના સભ્ય હતા ત્યારે તેમની તબિયત અસ્વસ્થ રહેતી હતી. લોકસભામાંથી નિવૃત્ત થઈ ૧૯૫૭માં મુંબઈ આવ્યા અને ડોક્ટરોને બતાવ્યું. ઇ.સ. ૧૫લ્માં ઓપરેશન કરાવ્યું છતાં કશું નીકળ્યું નહીં, પરંતુ આંતરડાં નબળાં પડી ગયાં હતાં અને પાચનશક્તિ સાવ મંદ પડી ગઈ હતી. એથી ચીમનભાઈએ ખાવાપીવામાં ખૂબ કાળજી રાખવાનું અને નિયમિત ફરવા જવાનું ચાલુ કર્યું હતું અને ઘર છોડી મુંબઈ બહાર રહેવું પડે એવી ઇત્તર પ્રકારની નિમણુંક સ્વીકારવાનું માંડી વાળ્યું હતું. સામાજિક ક્ષેત્રે વિશેષતઃ મુંબઈમાં ચીમનભાઈનું સ્થાન ઘણું મોટું હતું. લોકસેવાનાં અનેક કાર્યો એમના હાથે થયાં. એમની ૭૧મી જન્મજયંતી પ્રસંગે એમના મિત્રો અને પ્રશંસકોએ એમને સાડા ત્રણ લાખની થેલી અર્પણ કરી હતી. ચીમનભાઈએ એમાં પોતાના તરફથી રૂ. ૭૧,૦૦૦/- ઉમેરીને તે રકમનું માનવરાહત ટ્રસ્ટ” કર્યું. ચીમનભાઈ પ્રત્યે લોકોને કેટલો પ્રેમાદર હતો તેની સાક્ષી આ ઘટના છે.
સ્વ. પરમાનંદ કાપડિયાના અવસાન પછી “પ્રબુદ્ધજીવન'ના તંત્રીપદની જવાબદારી ચીમનભાઈના માથે આવી પડી. એથી મોટો લાભ એ થયો કે વર્તમાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ને ઇતર ઘટનાઓ વિશેના તેમના વિચારો, ‘પ્રબુદ્ધજીવન’ના વિશાળ વાચકવર્ગને સુલભ થયા હતા. એમની શૈલી ગાંધીજીની ગદ્યશૈલીની આપણને યાદ અપાવે એવી. ચીમનભાઈની એક મોટી સેવા એ હતી કે દેશમાં જ્યારે કટોકટીનું શાસન લાદવામાં આવ્યું અને વાણીસ્વાતંત્ર્ય છીનવી લવામાં આવ્યું ત્યારે તેની સામે પ્રબુદ્ધજીવન' દ્વારા એમણે પૂરી નિર્ભયતાથી પોતાનો બુલંદ અવાજ ઉઠાવ્યો. એ દિવસો દરમ્યાન પ્રબુદ્ધજીવન’ ઉપર સતત ભય તોળાતો રહ્યો ને ચીમનભાઈની ધરપકડની અફવાઓ વારંવાર મુંબઈમાં ફેલાતી રહી, પરંતુ એમની સાચી નિષ્ઠા અને ઉચ્ચ ચારિત્ર્યશીલતાને લીધે સરકારે સબુદ્ધિપૂર્વક એવું કોઈ પગલું લીધું નહિ. કટોકટી દરમિયાન ચીમનભાઈએ મુક્ત વિચારણા દ્વારા કરેલી દેશસેવા યાદગાર બની રહેશે.
૧૬૫