________________
કાકા જ જૈન પત્રકારત્વ જ નજીક લેખનપ્રવૃત્તિ ઠીક ચાલતી. સ્વ. રામનારાયણ પાઠક ત્યારે પ્રસ્થાન'ના તંત્રી હતા. એમની સૂચનાથી ચીમનભાઈ પ્રસ્થાનમાં નિયમિત નોંધ લખતા. છેલ્લા કેટલાંય વર્ષોથી તેઓ “પ્રબુદ્ધજીવન”ના તંત્રી થયા ત્યાર પછી એમની લેખનપ્રવૃત્તિ ફરીથી નિયમિત ચાલી. એમના ચિંતનાત્મક લેખોનું પુસ્તક “અવગાહન”ના નામથી ઇ.સ. ૧૯૭૭માં પ્રગટ થયું. ભગવાન મહાવીર અને આલ્બર્ટ સ્વાઇલ્ઝર એ બે પરિચય પુસ્તિકાઓ પણ લખી હતી. પત્રકારત્વના અને કેળવણીના ક્ષેત્ર સાથે પણ ચીમનભાઈને ગાઢ સંપર્ક રહ્યો હતો.
ચીમનભાઈએ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, જૈન ક્લિનિક, મુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘ, જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, ભારત જૈન મંડળ, ભગવાન મહાવીર ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ સમિતિ વગેરે પચ્ચીસથી વધુ સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી કે ટ્રણીનો હોદ્દો ધરાવતા હતા. આટલી બધી સંસ્થાઓના કામને તેઓ એકલે હાથે કેવી રીતે પહોંચી વળતા હશે એવો પ્રશ્ન થાય એનો જવાબ એ છે કે, તેઓ અત્યંત કુશળ વહીવટકર્તા હતા. તેઓ દરેક બાબતનો પુખ અને ઝીણવટભર્યો વિચાર કરતા પરંતુ નિર્ણય ત્વરિત લેતા. પોતાના હાથ નીચેના માણસોમાં પૂર્ણ વિશ્વાસ મૂકી તેમની પાસેથી હોંશથી કામ લેતા. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં તેઓ પોતાના મગજની સમતુલા અને સ્વસ્થતા ગુમાવતા નહીં. ચીમનભાઈ જેમ ચિંતનશીલ લેખક હતા તેમ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતા. લેખનમાં તેમ વસ્તૃત્વમાં ગુજરાતી તેમજ અંગ્રેજી એ બંને ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિ વર્ષ યોજાતી. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેઓ એક વિષય પર મનનીય વ્યાખ્યાન આપતા. એમનાં વક્તવ્યમાં હમેશાં ગહનતા, મૌલિકતા, નવો અભિગમ અને તાજગી રહેતાં. તેમની વાણી સ્પષ્ટ અને સચોટ હતી. શ્રોતાઓ પર તેમનો ઊંડો પ્રભાવ પડતો. તેઓને કેળવણીના ક્ષેત્રમાં જીવંત રસ હતો. કેળવણીની પેઠે તબીબી રાહતના ક્ષેત્રે પણ એમની સેવાઓ નોંધપાત્ર રહી હતી. મુંબઈમાં કોનવેસ્ટ જૈન ક્લિનિક - જે ગરીબો ને મધ્યમ વર્ગના માણસો માટે આશીર્વાદરૂપ છે તેના તેઓ આદ્યસ્થાપક અને ત્રીસ વર્ષથી પ્રમુખ હતા. તેવી જ રીતે સૌરાષ્ટ્ર મેડિકલ સેટર અને સુરેન્દ્રનગર
૧૬૪