SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જય જય જૈન પત્રકારત્વ જજ જાજરાજ માતા-પિતા પણ હતાં. લીંબડીના અત્યાચારોનો અહેવાલ તૈયાર કરવાનું કાર્ય સરદાર પટેલે ચીમનભાઈને સોંપ્યું ને એમણે પાંચ વર્ષ ચાલેલી એ લડતનો ઈતિહાસ "Lawless Limbdi" નામથી લખ્યો. સરદાર પટેલે એની પ્રસ્તાવના લખી. એક ધારાશાસ્ત્રી તરીકે ચીમનભાઈની ખ્યાતિ ઘણી મોટી હતી. તેમણે બ્રિટિશ સરકારના પ્રથમ હિંદી સોલિસિટર તરીકે પણ કાર્ય કર્યું હતું. આથી જ ૧૯૪૮માં બંધારણસભા (constituent Assembly)ની જ્યારે રચના થઈ ત્યારે તેના એક સભ્ય તરીકે ચીમનભાઈની નિમણુંક થઈ હતી. બંધારણ સભામાં એમના કાર્યની જવાહરલાલ, ઢેબરભાઈ, દાદાસાહેબ માવલંકર વગેરેએ પ્રશંસા કરી એટલું જ નહીં, લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે એમની જે પસંદગી કરી તેમાં પણ તેઓ સફળ થયા અને ત્યાં તેમની શક્તિનો સૌને સવિશેષ પરિચય થયો. ઈ.સ. ૧૯૫૦માં ન્યૂઝિલેન્ડમાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ થઈ તેમાં ભારતીય પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે તેમની પસંદગી થઈ. ત્યાર પછી ૧૫૩માં વૉશિંગ્ટનમાં ઇન્ટરપાર્લામેન્ટરી યુનિયનનું અધિવેશન યોજાયું. તેમાં પણ ચીમનભાઈની નિયુક્તિ થઈ. વળી એ જ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળ મોકલવાનું હતું એમાં ચીમનભાઈને લેવામાં આવ્યા. આમ ૧૯૪૮થી ૧૫૭ સુધી ચીમનભાઈએ દિલ્હીમાં રહી કેન્દ્ર સરકારની કામગીરીમાં પોતાનો યશસ્વી ફાળો આપ્યો. ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃરચના કરવામાં આવી હતી. તે સમયે એમણે લોકસભામાં કરેલું પ્રવચન યાદગાર બની ગયું. - ઈ.સ. ૧૯૩૭માં ચીમનભાઈ કનૈયાલાલ મુનશીના પ્રથમ સંપર્કમાં આવ્યા. એમની લેખનશક્તિ તથા મૌલિક ચિંતનશક્તિથી પ્રભાવિત થયેલા મુનશીએ એમને ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારી સમિતિમાં લીધા. ૧૯૩લ્હી ૧૯૫૧ સુધી એમ સતત બાર વર્ષ સુધી ચીમનભાઈએ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે સેવાઓ આપી. એમણે અમદાવાદ, લાઠી, નાગપુર, જૂનાગઢ, નવસારી વગેરે સ્થળોએ ભરાયેલા અધિવેશનમાં હાજરી આપી. એ અધિવેશનોની પૂર્વતૈયારીઓ કરવામાં, વહીવટી આયોજન કરવામાં અને અહેવાલો તૈયાર કરવામાં પુષ્કળ સમય આપ્યો. એમની કામગીરીથી પ્રસન્ન થઈ મુનશીએ એમને ભારતીય વિદ્યાભવનની કારોબારી સમિતિમાં પણ લીધા. સાહિત્ય પરિષદના મંત્રી હતા ત્યારે ચીમનભાઈની ૧૬૩
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy