________________
જાજ જૈન પત્રકારત્વ અપાયા રહેવાનો જ નિશ્ચય કર્યો અને પરિણામે તે છેવટ સુધી ચાલુ રહ્યો. એવા નબળા શરીર પાસેથી પણ તેમણે મજબૂત મનથી કામ લીધા કર્યું.
કૉલેજમાં હતા ત્યારથી ચીમનભાઈને જાહેરજીવનની પ્રવૃત્તિઓમાં રસ હતો. પોતાને પડ્યાં તેવાં કષ્ટો બીજાઓને ન પડે તે માટે વિવિધ સામજિક પ્રવૃત્તિઓ થવી જોઈએ એવી એમની ભાવના હતી અને એ માટે ઘગશપૂર્વક કામ કરવા તેઓ ઉત્સુક હતા. વિદ્યાર્થી તરીકેની એમની તેજસ્વીતાથી સ્થાનકવાસી જૈન સમાજ સુપરિચિત હતો. એમણે ૧૯૨૧ની સાલમાં કોલેજમાં ભણતાં કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપવાનું શરૂ કર્યું હતું. ૧૯૨૭માં મુંબઈમાં જ્યારે સ્થાનકવાસી કોન્ફરન્સનું અધિવેશન યોજાયું ત્યારે પચ્ચીસ વર્ષની યુવાન વયે સ્વાગત સમિતિના મંત્રી તરીકે એમની નિમણુંક થઈ. ૧૯૩૪માં એમણે "socialism in India" નામનો લેખ લખ્યો. એની એક નકલ જવાહરલાલ નહેરુને મોકલી અને એ જ વર્ષે જવાહરલાલે કોંગ્રેસમાં પોતાના સમાજવાદી વિચારોની ઘોષણા કરી હતી. આથી ચીમનભાઈનો લેખ વાંચી તેઓ પ્રભાવિત થયા. એમણે જયપ્રકાશ નારાયણને વાંચવા માટે આપ્યો અને તેમને તપાસ કરવાનું કહ્યું. જયપ્રકાશ તપાસ કરતાં મુંબઈમાં ચીમનભાઈની ઓફિસે આવી પહોંચ્યા. રૂબરૂ વિચારોની આપ-લે થઈ. લેખ પુસ્તિકારૂપે છપાયો અને જવાહરલાલે એમની પ્રસ્તાવના લખી આપી. આમ, બત્રીસ વર્ષની યુવાન વયે ચીમનભાઈ, જવાહરલાલ અને જયપ્રકાશના સંપર્કમાં આવ્યા. ૧૯૩૭માં તે સમયની બ્રિટિશ સરકારે કરેલી ઘોષણા અનુસાર મુંબઈ રાજ્યમાં કોંગ્રેસ સત્તા પર આવી. ગૃહપ્રધાન બન્યા કનૈયાલાલ મુનશી. તે સમયે નિર્ણય લીધો કે સરકારી સોલિસિટર કોઈ અંગ્રેજ નહીં પણ હિંદી હોવો જોઈએ. એ માટે પસંદગી થઈ ચીમનભાઈની. તેઓ સરકારના પ્રથમ હિંદી સોલિસિટર થયા. અલબત્ત, સરકારી રીતે રસમ ફાવે તેવી નહોતી અને પગાર પણ ઓછો હતો. રાજીનામું આપવાનું મન થઈ આવતું છતાં મુનશીના આગ્રહને લીધે એ સ્થાન પર ટકી રહ્યા. આ સમય દરિમયાન આઝાદી માટેની ચળવળ વધતી દેશી રાજ્યોમાં પણ પહોંચી. સૌરાષ્ટ્રમાં રાજકોટ, લીંબડી, ધ્રાંગધ્રામાં મોટા પાયા પર લડત ચાલી. લીંબડીમાં લડતે ગંભીર સ્વરૂપ પકડ્યું. લગભગ છ હજાર માણસોએ લીંબડીમાંથી હિજરત કરી, એમાં ચીમનભાઈનાં
૧૬૨