________________
રાજા જા જૈન પત્રકારત્વ જ જાય એ દરમિયાન લગ્નની મિતિ નક્કી થઈ ગઈ હતી. સત્તર વર્ષની વયે ચીમનભાઈનાં અજવાળીબહેન સાથે લગ્ન થયાં. તેઓના દાદાએ નક્કી કરેલાં લગ્ન પ્રતિકૂળ સંજોગોથી પસાર થયાં. અજવાળીબહેન અલ્પશિક્ષિત હતાં અને બંનેની પ્રકૃતિ વચ્ચે પણ અંતર હતું. પત્નીનો સ્વભાવ વિશેષ બહિર્મુખ એકલવાયો, શાંત છતાં આગ્રહી હતો. મેટ્રિકમાં પૂરી તૈયારી છતાં સંજોગવશાત્ પ્રથમ વર્ગ ન મળ્યો અને બીજી બાજુ ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો. એક વર્ષ માટે ભણવાની છૂટ મળી ને તેઓ મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. કોલેજમાં શિષ્યવૃત્તિ મળતાં કુટુંબ ઉપર ભણવાનો બોજો નહોતો એટલે અભ્યાસ કરવાની મર્યાદા લંબાવાઈ, એમ કરતાં તેઓ બી.એ, એમ.એ., એલએલ.બી. થયા. ઘણુંખરું પહેલો નંબર મેળવતા. તેમણે તેલંગ સુવર્ણચંદ્રક અને બીજા ચંદ્રકો પણ મેળવ્યા હતા. એ દિવસોમાં સુશિક્ષિતોમાં એકબીજાને નામના આઘાક્ષરથી બોલાવવાની પદ્ધતિ વિશેષ પ્રચલિત હતી. ચીમનભાઈ ચકુભાઈ એટલે સી.સી, પણ એલ્ફિન્સ્ટનમાં એમની સાથે બીજા તેજસ્વી વિદ્યાર્થીઓ અશોક મહેતા, યુસુફ મહેરઅલી, મીનુ મસાણી, કવિ ભાનુશંકર વ્યાસ, કવિ અમીદાસ કાણકિયા વગેરે હતા.
વિદ્યાર્થીકાળે ચીમનભાઈનો સ્વભાવ સંકોચશીલ હતો. તેનું મુખ્ય કારણ એ હતું કે બોલતી વખતે તેમની જીભ તોતડાતી હતી. બીજું કારણ નબળી આર્થિક સ્થિતિ હતી, પરંતુ તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો. તેમણે દઢસંકલ્પ કર્યો હતો કે તોતાપણા ઉપર વિજય મેળવવો અને ડેમોસ્થિનિસની જેમ સારા વક્તા થવું તથા પ્રબળ પુરુષાર્થ કરી આર્થિક સ્થિતિ સુધારવી. બી.એ. અને એમ.એ.માં એમણે મુખ્ય વિષય તત્ત્વજ્ઞાનનો લીધો હતો. પ્લેટો, સોક્રેટિસ, એરિસ્ટોટલ, કેન્ટ, હેગલ વગેરેનાં લખાણોની એમના જીવન ઉપર મોટી અસર પડી અને તયુક્ત વિચારણાની ટેવ પડી. ચીમનભાઈ એમ.એ.માં પ્રથમ નંબરે આવ્યા એટલે વકીલાતના વ્યવસાયમાં જવાનું નક્કી કર્યું. એ વ્યવસાયમાં એડવોકેટને બદલે સોલિસિટર થવાનો નિશ્ચય કર્યો. અભ્યાસના સતત પરિશ્રમ કરતાં ૧૯૨૮માં સોલિસિટર થતાં સુધીમાં તો ચીમનભાઈને આંતરડાના ક્ષયનો રોગ લાગુ પડ્યો. ઓપરેશન કરાવવું પડ્યું અને ડોક્ટરોએ મુંબઈ છોડવાની સલાહ આપી પણ મુંબઈ સિવાય સૉલિસિટરનો વ્યવસાય ચાલે નહિ એટલે ગમે તે સંજોગોમાં મુંબઈમાં
૧૬૧