________________
કે જૈન પત્રકારત્વ
જૈનનિષ્ઠાને આંચ આવતી ન હતી. એનો વ્યાપક પ્રચાર થાય માટે મુંબઈ જૈન યુવક સંઘે પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળામાં વ્યાપક વિષયોનો વર્ષોથી સમાવેશ કરેલો છે.
ચીમનભાઈ એટલે સેલ્ફમેડમેન, એમનું જીવન એટલે શૂન્યમાંથી સર્જન. એમનું જીવન એટલે પ્રબળ પુરુષાર્થની ગૌરવગાથા. પહેલી નજરે તેમનો લાંબો કોટ, ટોપી અને ધોતિયાનો પહેરવેશ વેપારી જેવો દેખાય પણ એમનું જીવન ગાંધીવાદી મહાજનનું હતું. તેઓનો જન્મ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે પાણસીણા ગામમાં ઇ.સ. ૧૯૦૨ના માર્ચની ૧૧મી તારીખે સ્થાનકવાસી જૈન જ્ઞાતિમાં થયો હતો. એમના પિતા ચકુભાઈ ગુલાબચંદની આર્થિક સ્થિતિ નબળી એટલે ઈ.સ. ૧૯૦૦માં તેઓ મુંબઈમાં નોકરી કરવા આવ્યા. મુંબઈમાં ઝવેરીબજારમાં સુથાર ચાલમાં એક નાનકડી રૂમમાં તેઓ રહેતા અને દાબજારમાં દવાની દુકાનમાં નોકરી કરતા. બાળક ચીમનભાઈ બે વર્ષના થવા આવ્યા ત્યાં તેમની માતાનું અવસાન થયું. પિતા ચકુભાઈ ભરયુવાન વયે વિધુર થયા. બીજાં લગ્ન કર્યાં પરંતુ સાવકી માતા રંભાબહેને બાળક ચીમનભાઈને પોતાની જન્મધાત્રી માતા જુદી છે એવી ખબર સુદ્ધાં પડવા દીધી નહીં. રંભાબહેનને પોતાનું કોઈ જ સંતાન થયું નહીં એથી પણ એમનું સમગ્ર વાત્સલ્ય ચીમનભાઈ પર વરસ્યું હતું.
પ્રાથમિક શિક્ષણ પાણસીણામાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈની બાબુ પન્નાલાલ હાઈ સ્કૂલમાં તથા ભરડા હાઈ સ્કૂલમાં લઈને ચીમનભાઈએ તેજસ્વી કારકિર્દી સાથે મેટ્રિકની પરીક્ષા ૧૯૧૯માં અમદાવાદમાં આપી, પણ પરીક્ષાના દિવસો દરમિયાન જ અમૃતસરમાં જલિયાવાલા બાગનો બનાવ બન્યો. ભારતભરમાં જાણે અગ્નિજ્વાળા ફાટી નીકળી. અમદાવાદમાં પણ તોફાનો થયાં અને વિદ્યાર્થીઓએ મેટ્રિકની પરીક્ષા મોટના શમીઆણા બાળી નાખ્યા. ભૂમિતિના પેપરની પરીક્ષા અધૂરી રહી અને થોડા સમય પછી તે વડોદરામાં લેવાનું નક્કી કર્યું. ભૂમિતિની પરીક્ષા ન આપે તો ટકા ઓછા આવે. નાપાસ થવાનો પ્રશ્ન નહોતો કારણ કે ગણિતનાં બીજાં બે પેપરો સારાં ગયાં હતાં. એ જમાનામાં મેટ્રિક સુધીનો અભ્યાસ ઓછો ન ગણાતો, પરંતુ ચીમનભાઈની ઇચ્છા કૉલેજમાં અભ્યાસ કરવાની હતી. નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાશ્રીની ઇચ્છા એમને નોકરીએ બેસાડવાની હતી, પરંતુ
૧૬૦