________________
જીતી જાય જૈન પત્રકારત્વ જ
તેઓ પોતાનો મોટા ભાગનો સમય વિવિધ સામાજિક, ધાર્મિક ને સાંસ્કારિક પ્રવૃત્તિઓના સંચાલન અને માર્ગદર્શમાં તેમજ લેખન, અધ્યયન અને મનન-ચિંતનમાં પસાર કરતા હતા. મરણભય વિશે લેખ લખે છે ત્યારે આત્મા, કર્મ, અમરત્વ મોક્ષ વગેરેનો વિચાર નથી કરતા. આત્મા છે કે નહિ, હોય તો અમર છે કે નહિ, પૂર્વભવપુનર્જન્મ આ બધી વસ્તુ હોય કે ન હોય, કોઈ પણ સંજોગોમાં મરણભયનું કારણ નથી એમ મને લાગે છે. આ દેહના અંત સાથે બધાનો અંત આવે છે અને આગળ-પાછળ કાંઈ જ નથી એ માનીએ તો પણ મરણભયનું કારણ નથી.
અંત આવી ગયો, છૂટી ગયાં, દુઃખ કે ચિંતાને કોઈ અવકાશ નથી. આત્મા છે અને અમર છે અને પુનર્જન્મ છે એમ માનીએ તો પણ મરણભયનું કારણ નથી. આ દેહ છોડી ક્યાં જવાના છીએ તે કાંઈ જાણતા નથી. આથી સારી દશામાં કેમ જવાનું ન હોય? આ જિંદગીમાં એવું કર્મ કર્યું નથી કે તેનું પરિણામ દુઃખરૂપ આવશે એવો ભય હોય. સારી દશા પ્રાપ્ત કરવાના ઈરાદે પણ કાંઈ કર્યું નથી. સહજપણે માણસ તરીકે પ્રાપ્ત કર્તવ્ય કર્યું છે તેનો સંતોષ છે. દેહયોગથી નીપજે, દેહ વિયોગે નાશ એ સ્થિતિ હોય તો પણ દુઃખ નથી. પુનર્જન્મ હોય તો પણ ભય નથી. અજ્ઞાની બનીને ઊભા કરેલ ભયથી ડરવાની જરૂર નથી. એટલું જ્ઞાન નથી કે નિશ્ચિતપણે એમ કહી શકું કે હવે પછી સદ્ગતિ છે. જે હોય તે, આ ભયે કાંઈ એવું કર્યું નથી કે ચિંતા કે ઉદ્વેગ થાય. મારી પ્રાર્થના છે કે મારો આ ભાવ અંત સુધી ટકી રહે.
ચીમનભાઈ બીજા સંસારીઓની જેમ સંસારી હતા અને વ્યવસાયે સોલિસિટર હતા. વ્યક્તિ વ્યવસાયમાં પ્રામાણિક અને નિષ્ઠાવાન હોય તો એ વ્યવસાય દ્વારા પણ સમાજની સેવા કરે છે. સોલિસિટરનું વકીલનું કાર્ય પોતાના અસીલનું હિત કરવાનું છે. એ જૈન હતા અને બધા ધર્મના તત્ત્વજ્ઞાનનો અભ્યાસ છતાં જૈન તત્ત્વજ્ઞાન પ્રત્યેની તેમની નિષ્ઠા અચળ હતી. આથી તેઓ સાંપ્રદાયિક સંકુચિતતાથી પર હતા અને જૈન ધર્મસમાજમાં એ ભાવના જાગે તે માટે એમણે યથાશક્તિ યોગદાન આપ્યું હતું. મુંબઈ જૈન યુવક સંઘનું એ કાર્ય રહેલું છે. બીજા ધર્મોમાંથી જે જીવનઉન્નતિ માટે ગ્રહણ કરવા જેવું છે તે સ્વીકારવામાં તેમની
૧૫૯