________________
અપાયા જાતષ જૈન પત્રકારત્વ
જજ સમયથી વિચારો આવતા હતા.” (૨૩) | ‘અમૃત-સમીપે'માં શ્રી ધીરુભાઈ ઠાકર જણાવે છે તેમ, “શ્રી રતિભાઈની કલમમાં જોસ છે. સંશોધક્ની ઝીણવટ અને ચોક્સાઈ તેમનાં લખાણોમાં ધ્યાન ખેંચે છે. તેમની શૈલી ચિત્રાત્મક, પ્રવાહી અને પારદર્શક હાઈ વાચનરસ ટકાવી રાખે તેવી છે.” (૨૪)
જિનમાર્ગનું જતન માં પૂ. આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ, 'જૈન' અને રતિભાઈની કલમ વિશે નોંધ કરતાં લખે છે, “શ્રેષ્ઠીઓને, વહીવટદારોને અને સાધુસંસ્થાને પણ અવસરે – અવસરે ચીમકી આપતા રહ્યા છે. જાગૃત પત્રકારનું કામ પણ આ જ છે ને! 'જૈન' સાપ્તાહિક પત્રના માધ્યમથી શ્રી રતિભાઈની કલમ ઘડાઈ, તો રતિભાઈની કલમથી “જૈન” પત્ર પણ ઘડાયું છે, પંકાયું છે, પ્રશંસાયું છે અને પોંખાયું પણ છે. આજે “જૈન” જેવા પત્રની ખોટ વરતાય છે. હજી સુધી કોઈએ જૈન’ની ખાલી જગ્યાની પુરવણી કરી નથી.” (૨૫)
જિનમાર્ગનું અનુશીલનમાં પૂ. આ. વિજયશીલચંદ્રસૂરિ ટકોર કરતાં લખે છે, “જૈન સમાજમાં વિચારધન’ની હંમેશાં ખામી પ્રવર્યા કરે છે. આ સમાજ ક્રિયાશીલ જરૂર છે, પણ તેને વિચારશીલતા બહુ ઓછી ફાવે છે. એટલે સહજપણે જ રતિભાઈનાં લખાણો વાંચીને તેઓ સુધારક અને સાધુ-વિરોધી હોવાની કલ્પના સુગમતાપૂર્વક થઈ આવે, પરંતુ રતિભાઈની નિકટનો પરિચય કરનાર સહુ કોઈને જાણ છે કે તેમના હૃદયમાં સાધુઓ અને સાધુતા પ્રત્યે કેટલો ઊંડો અને ઉમદા રાગ હતો.” (૨૪)
ઉપસંહાર ' 'જૈન' સાપ્તાહિકમાં બત્રીસ વર્ષ સુધી પોતાની કલમનો જાદુ ચલાવનાર રતિભાઈનો પત્રકાર તરીકે વિચાર કરીએ છીએ ત્યારે તેમના કેટલાક ગુણો ઊડીને આંખે વળગે તેવા છે. જેમ કે તેમની સંશોધનવૃત્તિ,ઇતિહાસનું મૂલ્ય પારખનારી દષ્ટિ, પોતાના વિચારોને સરળ ભાષામાં છતાં સચોટ રીતે રજૂ કરવાની રસાળ શૈલી, સાચી વાતને આધાર આપીને નીડરતાપૂર્વક રજૂ કરવાની ખુમારી, સમાજમાં - પોતાની આજુબાજુ - જે કોઈ બનાવો બને છે તેના પ્રત્યેની મૂલ્યાંકનલક્ષી બુદ્ધિ કે જેનાથી પ્રેરાઈને બનાવનું સર્વગ્રાહી વિશ્લેષણ કરીને
૧૫૬