________________
રાજકાજ જૈન પત્રકારત્વ જ અજાજ
“. પત્રકારને માટે જેમ સારું કામ કરનારાના ગુણગાન કરવાનું જરૂરી હોય છે, તેમ જે કાર્ય કે વિચારને કારણે ધર્મ, સંઘ, સમાજ કે રાષ્ટ્રને નુકસાન થવાનું પોતાને લાગે તેનાં ટીકા કે વિરોધ દ્વારા સમાજને તેની સામે જાગૃત કરવાનું પણ અનિવાર્ય બની જાય છે. આવા પ્રસંગે, જેમનાં કાર્ય કે વિચારની ટીકા કરવામાં આવી હોય, કે એનો વિરોધ કરવામાં આવ્યો હોય, એમને આવાં લખાણથી દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ આવી ટીકા કે આવો વિરોધ કરવાની પાછળ કોઈ અંગત દુર્ભાવ ન હોય એ અંગે હું યથાશક્ય નમ્ર પ્રયાસ કરતો રહ્યો છું. આમ છતાં હું એક છવસ્થ અને સાવ સામાન્ય વ્યક્તિ છું. એટલે આવા દોષથી સાવ મુક્ત રહ્યો છું એમ ન જ કહી શકાય. એટલે મારાં લખાણને કારણે જે કોઈનું મન દુભાયું હોય તે સૌની હું આ પ્રસંગે અંત:કરણથી માફી માગું છું.” (૨૨)
જૈનનાં લખાણોના આ થોડાંક અવતરણો ઉપરથી પણ તેમની સત્ત્વશીલ કલમનો અહેસાસ તો થાય તેમ જ છે. તેમનાં લખાણો વિશેના આ ત્રણ પુસ્તકોમાંથી પ્રાપ્ત થતા કેટલાક પ્રતિભાવો દ્વારા પણ જૈન’માં રતિભાઈએ કરેલ કાર્ય અંગેનો ખ્યાલ આવે તેમ છે.
' 'જેન'ના લેખો અંગેના પ્રતિભાવો “જૈનના જ તા. ૧૮-૯-૧૯૭૬ના અંકમાં મુનિ શ્રી જનકવિજયજી ગણીના પત્રનું લખાણ રજૂ કરવામાં આવ્યું છે. આ પત્રમાં પૂ. મુનિ શ્રી 'જનકવિજયજી જણાવે છે કે, “જૈન” પત્રનું વાંચન હું ઘણાં વર્ષોથી કરતો આવ્યો છું. આપના અગ્રલેખો, સામયિક-સ્કૂરણોને હું વિશેષ ધ્યાનપૂર્વક વાંચું છું. આપના જ્ઞાનવર્ધક, આધ્યાત્મિક, સામાજિક, જૈન સંઘો નીતિકારક, દીર્ઘદશ, અનુભવી, તટસ્થ, સુધારક, સામયિક (સમયને અનુરૂ૫), અસાંપ્રદાયિક લેખો વાંચી મનમાં ખૂબ આનંદ અને સંતોષાનુભૂતિ થતી રહી છે, તથા મને મારા અહિંસા-પ્રચાર, વ્યસન-ત્યાગ, ગ્રામોત્થાનનાં કામોમાં પ્રેરણા પણ મળતી રહી છે. આવા પ્રકારની વિશદ અને વિપુલ સામગ્રી બીજ સાપ્તાહિક કે પાક્ષિક આદિમાં જોવામાં નથી આવતી, એટલે આપનાં ચિંતનપૂર્ણ, તલસ્પર્શી, સામયિક સેંકડો લેખોના સંરક્ષણ એવું સંગ્રહ અવશ્ય થવાં જોઈએ એમ મારા મનમાં ઘણા
૧પપ