________________
રાજા જૈન પત્રકારત્વ
જોવા મળે છે. વિસ્તૃત અનુક્રમણિકામાં રજૂ થયેલા લેખના શીર્ષકોમાંથી કેટલાંક શીર્ષકો આ પ્રમાણે છે. શ્રદ્ધા, સમજણ, આચરણ (જૈન રત્નત્રયી), સત્ય, સરળતા ક્ષમાયાચનાની આત્મકલ્યાણની રત્નત્રયી, જ્ઞાન-ધ્યાનની સુદીર્ઘ ઉપેક્ષા વચ્ચે કેટલાક સત્યપ્રયત્નો; વ્યવહારશુદ્ધિની ભારે આવશ્યકતા; સાધના અને સેવા-સાધુજીવનની બે પાંખો; અવમૂલ્યન ભાઈ અવમૂલ્યન, આચાર્યપદનું અવમૂલ્યન, વૃદ્ધાવાસ, વિદ્યાભ્યાસ અને વૈયાવચ્ચની સગવડની જરૂર; શાસ્ત્રાર્થ ભલે કરીએ, કલહ નહિ; વિના સહકાર નહિ ઉદ્ધાર; જ્ઞાનભંડારોની શોચનીય દશા અને આપણો સમયધર્મ; પત્રકારત્વ - એક યુગવિધાયક અપૂર્વ પરિબળ; જૈન પત્રકારત્વની પગદંડી; મહાભારતનો રશિયન અનુવાદ વગેરે. આ બધાં લેખનાં શીષકો જ તેમના મનમાં સતત રમી રહેલાં જૈન ધર્મના વિકાસ માટે જરૂરી બાબતો અંગેના ચિંતનના ઘોતક છે.
દા.ત. આ. વલ્લભસૂરિશ્વરજી વિશે પુણ્યવિજયજીએ કહેલાં વચનો રતિભાઈએ આ રીતે ટાંક્યાં છે: “આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે એક કાળ, શાસ્ત્રના એક આદેશને ધ્યાનમાં લઈને, સાધ્વીઓનાં વ્યાખ્યાનો અને
લ્પસૂત્રના વાચનનો નિષેધ કર્યો હતો, અને પછી, બદલાયેલી પરિસ્થિતિનો અને લાભાલાભનો તેમજ સાધ્વીસમુદાયના વિકાસનો વિચાર કરીને, તેઓએ પોતે જ એના પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને અનુમતિ આપી હતી. આ વાતનું મહત્ત્વ સૌકોઈએ આ દષ્ટિએ અવધારવું ઘટે. આચાર્ય મહારાજની સમયજ્ઞતા એવી વિવેકભરી અને જાગૃત હતી, કે જે એમને એમ લાગ્યું હોત કે સાધ્વીવર્ગને આવી છૂટ આપવાથી શાસનને નુકસાન થવાનો સંભવ છે, તો આ છૂટને પાઈ ખેંચી લેતાં તેઓ ખચકાત નહીં; પણ તેઓએ આવું કોઈ પગલું ભર્યું ન હતું. એટલે આપણાં સાધ્વીસંઘને શ્રાવકસંઘની સમક્ષ પણ વ્યાખ્યાન આપવાની તેમજ એને કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ તેઓએ આપી હતી તેથી એકંદરે જૈનસંઘને લાભ જ થયો છે. અમારા સમુદાયનાં સાધ્વીજીઓ શ્રાવકસંઘ સમક્ષ વ્યાખ્યાનો આપવાની તેમજ કલ્પસૂત્ર આદિનું વાચન કરવાની જે પ્રવત્તિ કરે છે, તે પોતાના આચાર્યદેવની અનુભુતિથી જ કરે છે.” (૧૮) અન્યત્ર રતિભાઈ જણાવે છે, "જૈનસંઘના બધા ફિરકામાં અને જૈન
૧૫૨