________________
જ
જ જૈન પત્રકારત્વ કાજપ શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાના તપગચ્છ સિવાયના બધા ગચ્છોમાં સાધ્વીસંઘને શાસ્ત્રાભ્યાસ, વિદ્યાધ્યયન, સંશોધન, લેખન તથા પ્રવચનની પૂરી મોકળાશ આપવામાં આવેલી છે. આવો દરેક સાધ્વીસમુદાય જેમ, એક બાજુ વધારે તેજસ્વી, અધ્યયનશીલ અને પ્રભાવશાળી બન્યો છે, તેમ બીજી બાજુ પોતાની લેખન, ચિંતન અને પ્રવચનની કાબેલિયતના લીધે શ્રીસંઘ તથા સામાન્ય જનસમૂહને ધર્મબોધ આપીને સારા પ્રમાણમાં લોકોપકારક પણ સાબિત થયો છે, વળી એના દ્વારા, સાધુસંઘ જેટલી જ શાસનની પ્રભાવના થાય છે.” (૧૯)
ઇતિહાસ અને સંશોધનનું મહત્ત્વ જણાવતાં તેઓ લખે છે કે, અત્યારે ઘડાતા યુગમાં ઇતિહાસ અને સંશોધન અગત્યનો ભાગ ભજવવાનાં છે. જે સમાજ આ ક્ષેત્રમાં એકાગ્ર અને કર્તવ્યપરાયણ રહેશે તે અચૂક પ્રગતિશાળી બનશે એમાં શક નથી; કારણ કે એમ કરવાથી કેટલીય નકામી રૂઢિઓ અને નિરર્થક પ્રવૃત્તિઓનો ભાર દૂર કરવાની વિકાસગામી પ્રેરણા મળ્યા વગર રહેતી નથી. ભૂતકાળનું સત્યદર્શન વર્તમાનને ઘડવાનું એક અગત્યનું સાધન છે.” (૨૦)
જુદાં જુદાં જૈન સામયિકોની તત્કાલીન સ્થિતિ અંગે તા. ૧૬-૧-૧૯૬પના 'જૈન'માં તેઓ જણાવે છે, “જૈન સામયિકોની વાચન-સામગ્રીમાં સમાચાર, વિચાર, સંશોધન, મનોરંજન વગેરેનો સમાવેશ થવા છતાં, આ બધાં પત્રો મધ્યમ કોટીનાં છે એમ સામાન્ય રીતે કહી શકાય. “જૈન” પત્રના સંપાદન નિમિત્તે દર અઠવાડિયે બધા ફિરકાના સંખ્યાબંધ પત્રો મારે વાંચવાનું થાય છે, ત્યારે આપણી સામાજિક, ધાર્મિક, સાહિત્યિક કે શૈક્ષણિક પ્રવૃત્તિઓના સમાચાર વાંચીને મનમાં વિમાસણ થઈ આવે છે કે, આપણે પ્રવૃત્તિક્ષેત્ર શું આવું જ સંકુચિત રહેવાનું? એ જ ઉત્સવમહોત્સવ, વાજ-ગાજા-વરઘોડો અને ધામધૂમની વાતો ? આ સમાચારો આપણી કલ્યાણપ્રવૃત્તિની પારાશીશી લખી શકાય. આ પ્રવૃત્તિઓમાં ઘણોઘણો વિકાસ અને ફેરફાર થવો જરૂરી છે.” (૨૧)
ઓક્ટોબર ૧૯૪૭માં “જૈન” પત્રમાં લખવાની જવાબદારી સ્વીકારી તે જવાબદારીમાંથી મુક્ત થતી વખતે તા. ૨૮-૭-૧૯૭૯ના “જૈન” પત્રમાં રતિભાઈ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે, જે દિવસે ચાલુ કામથી છુટકારો મેળવીને કંઈક આનંદ કે મળવા-હળવા દ્વારા તાજગી મેળવવાનું બનતું હતું, એ
૧૫૩