________________
પાપક જૈન પત્રકારત્વ જ જાય છે પ્રસંગોપાત સમાજને જાણ કરી છે.
શારીરિક શ્રમ અંગે તેઓ જણાવે છે, “આજે તો સુખી અને શ્રીમંત વ્યક્તિઓનાં નાની ઉંમરે અને અકાળ થતાં મોત આંગળી ચિંધીને પ્રજાને ચેતવણી આપી જાય છે. પ્રમાણાતીત બૌદ્ધિક પરિશ્રમને લીધે હૃદય અને મગજ ઉપર વધારે પડતો બોજો પડતો જ રહે, અને એ બંનેને સ્વસ્થ અને તંદુરસ્ત રાખનાર શારીરિક કસરતની સતત ઉપેક્ષા જ થતી રહે, તો છેવટે કુદરત બમણા વેગથી પોતાનું વેર વસૂલ કરે છે. આવું ન થાય અને તંદુરસ્ત અને સ્વસ્થતાભર્યું લાંબુ જીવન જીવવાનો લાભ મળે એ માટે શારીરિક શ્રમને બૌદ્ધિક-માનસિક શ્રમની જેમ જ અપનાવવાની જરૂર છે. બંને શ્રમોની સમતુલા એ જ શાંત, નીરોગી અને દીર્ઘ જીવનનો પાયો છે.” (૧૫)
સમાજની સ્થિતિ અંગે તેઓ લખે છે, “સમાજનું એક બીજું દુર્ભાગ્ય એ થયું છે કે આપણા ધર્મગુરુઓ અને આપણા ધનપતિઓ એકબીજાની સાથે એવા સંકળાઈ ગયા છે અને એકને ધનની અને બીજાને પ્રશંસાની એવી તાલાવેલી લાગી છે કે તેમને સમાજનાં સુખ-દુઃખનો વિચાર કરવા જેટલી ફુરસદ પણ જાણે મળતી નથી.” (૧૫) અન્યત્ર તેઓ જણાવે છે, “જૈન સમાજના શ્રીમંત મહાનુભાવો પોતાથી આર્થિક રીતે નબળા સહધર્મઓને આજે સાવ વીસરી ગયા છે, અને પોતાનો પૈસો જાણે પોતાની મનસ્વી વૃત્તિ મુજબ વાપરવા માટે જ પોતાને મળ્યો હોય એ રીતે તેઓ સામાજિક કે ધાર્મિક ક્ષેત્રોમાં વર્તવા લાગ્યા છે. અમને પોતાને આ સ્થિતિ ગરીબો માટે તો ગેરલાભવાળી લાગે જ છે; પણ ખરી રીતે, લાંબે ગાળે એ શ્રીમંતોને પોતાને પણ નુકસાન કરનારી નીવડવાની છે એમ સ્પષ્ટ ભાસે છે, તેથી અમે તેમને કહીએ છીએ કે તમારા ભાગ્યબળે કે તમારી આવડતહોશયારીના જોરે ભલે તમે અઢળક સંપત્તિના સ્વામી બન્યો હો, પણ એનો ઉપયોગ તમારા ભાઈઓ માટે કરશો તો જ એ સ્વામીપણું શોભવાનું છે અને સલામત રહેવાનું છે.” (૧૭)
જિનમાર્ગનું અનુશીલન “જિનમાર્ગનું અનુશીલન' પુસ્તકમાં જૈન ધર્મના વિકાસને માટે જરૂરી વિચારો અને તેમાં અવરોધરૂપ તત્ત્વો વગેરે વિશે ખુલ્લા મનથી રજૂઆત થયેલી
૧૫૧