________________
જ
જજજ જૈન પત્રકારત્વ જજઅજાજ આ પુસ્તકને આધારે ખ્યાલ આવે છે કે, જૈન ધર્મના વિકાસમાં અવરોધક બાબતોને સમાજની સામે નિર્ભિક રીતે તેમણે અવારનવાર રજૂ કરી છે. દા.ત. એક લેખમાં જૈનકળા અતિસમૃદ્ધ હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે તેનું અજ્ઞાન કેમ છે ? તેની ઉપેક્ષા કેમ થાય છે તેની છણાવટ કરી છે. (૧૦) રાજકારણ અને જૈન વિશે લખતાં જણાવે છે કે, “સર્વ જનકલ્યાણ એ રાજકારણનો આત્મા છે અને સર્વ જીવકલ્યાણ એ જૈન ધર્મનો આત્મા છે, એ બે વિખૂટાં પડી ગયાં છે. તેમાં એકતા સ્થાપી જગત-કલ્યાણમાં આપણો અદનો ફાળો નોંધાવવા આપણે રાજકારણમાં પ્રવેશ કરવો જ જોઈએ. (૧૫) જૈન ધર્મના ફિરકાઓની એકતાનો કોઈ માર્ગ છે ? આ પ્રશ્ન પણ તેમણે છેડ્યો છે. (૧૨) અન્ય એક જગ્યાએ મહાવીરના જીવનમાંથી સ્ફતો બોધ' લેખમાં તેઓ લખે છે, “ભગવાન તીર્થંકરજીવનનો બોધપાઠ તો કરુણા, દયા, અહિંસા અને વિશ્વ વાત્સલ્યનો જ છે. અહિંસાના સાક્ષાત્કાર સમક્ષ વૈરવિરોધ ન ટકી શકે. ત્યાં તો સ્નેહ અને વાત્સલ્યનાં જ પૂર વહે. વળી ધર્મનાં દ્વાર સર્વ જીવો માટે સર્વદા ખુલ્લાં હોય જ હોય - એ છે ભગવાનના સમવસરણનો બોધપાઠ.” (૧૩)
જીવદયા = આપ દયા, શાહાકારી તે દીર્ઘજીવી, સાહિત્ય-સર્જનની દિશા વગેરે વિષયો અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, તો સાધ્વી-સમુદાયના વિકાસ માટે શ્રાવક સમાજ જાગૃત બને તેવો આગ્રહ તેમણે દર્શાવ્યો છે. પર્યુષણને આત્મભાવની દીપોત્સવી કહી છે તો આપણા તહેવારોમાં શિસ્તની સદંતર ખામી છે તેમ ટકોર પણ કરી છે. તપસ્યા અને ખર્ચાળ રિવાજો વિશે લાલબત્તી ધરી છે તો સામાજિક ભાવના જ સમાજને જીવાડશે એ લેખમાં મુંબઈમાં ફેલાયેલાં તોફાનોનું વિશ્લેષણ કરીને જણાવ્યું છે કે, “એટલે વ્યક્તિમાં હિંમત આવે અને સમૂહમાં સામાજિક ભાવના કેળવાય એ રીતે સૌએ પોતાના જીવનક્રમને અને પોતાના ધંધાધાપાને નવેસરથી ગોઠવવા પડશે.” (૧૪)
- વિદ્યાસંસ્કારી છાત્રાધામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, વીરાયતન, વર્ધમાન મહાવીર કેન્દ્ર (માઉન્ટ આબુ), જૈન આત્માનંદ સભા, જૈન ધર્મ પ્રસારક સભા, માંડવીનો જૈન આશ્રમ વેગેરે સંસ્થાઓ વિશે
૧૫૦