________________
કાજામ જ જૈન પત્રકારત્વ જ અજાજ “વેપાર-ઉદ્યોગનું જમ્બર સાહસ અને જનસેવા માટે જંગી સખાવત - શ્રી મેઘજીભાઈના યશસ્વી જીવનનો આ સરવાળો છે. આ સાહસવૃત્તિ અને આ સખાવતી મનોવૃત્તિના બે છેડા વચ્ચે કંઈકંઈ સવૃત્તિઓ અને શક્તિઓની હારમાળા રચાઈ ગઈ હતી...એમનું સમગ્ર જીવન કર્મયોગનો એક દાખલો બની
ગયું હતું.” ()
ભાવનગરના શ્રેષ્ઠી શ્રી ભોગીલાલ મગનલાલ શાહના લખેલ મારા જીવનનાં સંસ્મરણો માંથી રતિભાઈ આ પ્રમાણે અવતરણ આપે છે, “મારા લગભગ સાત દાયકાના અનુભવના નિચોડરૂપે મારે આજની યુવા પેઢીને એક જ શિખામણ આપવાની છે, અને તે એ કે કોઈ પણ કામ હાથમાં લ્યો, તેમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જશે અને સમયની કિંમત આંકજો. થોથા મણસો આગળ આવી શકતા નથી એવો મારો અનુભવ છે. મારો એવો અનુભવ છે કે આપણે જો કોઈનું બૂરું ન ઇચ્છીએ અને કોઈ આગળ વધતું હોય એ જોઈ રાજી થઈએ તો આપણા ઉપર ઈશ્વરની કૃપા થયા વગર રહેતી નથી. (૮)
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના અવસાન સમયે આ રીતે તેમનો પરિચય રતિભાઈની કલમ દ્વારા મળે છે : “ડો. સર્વપલ્લી જાણે વાણીના તો અધીશ્વર હતા. એમના મુખેથી વરસતી વાણીમાં ન લોકરંજનની સામાન્ય લાગણી જેવા મળતી, ન સસ્તી કીર્તિ કમાઈ લેવાની પામર મનોવૃત્તિ; એમાં તો પ્રાચીન કાળના ઋષિમુનિઓના જેવી આર્ષદષ્ટિ, જીવનગામી ધાર્મિકતા અને તત્વચિંતનની અમૃતધારાનો જ સ્પર્શ જોવા-અનુભવવા મળતો. થોડાક સમય માટે શ્રોતાઓ સ્થળ-કાળના ભેદ ભૂલી જઈને વક્તાને અધીન બની જતા! ...અને ડો. રાધાકૃષ્ણન જ્યારે ભારતના સર્વોચ્ચ પદે - રાષ્ટ્રપતિપદે ચૂંટાયા ત્યારે એમણે પોતાના માસિક દસ હજાર રૂપિયાના બદલે માત્ર અઢી હજાર રૂપિયા જેટલો જ પગાર લેવાનું જાહેર કરીને ધ્યેયનિષ્ઠ વિદ્યાસાધકને શોભે એવી સાચી બ્રાહ્મણવૃત્તિ અને અકિંચન ભાવનાને જીવી બતાવીને એક ઉત્તમ આદર્શ રજૂ કર્યો હતો. (૯)
જિનમાર્ગનું જતન : રતિભાઈનાં લખાણોના સંપાદનોનું બીજુ પુસ્તક છે “જિનમાર્ગનું જતન’.
૧૪૯