________________
જૈન પત્રકારત્વ
લેવામાં પણ અભડાઈ જવાનો ભય સેવતા કાશીના બ્રાહ્મણ પંડિતો ઉપર એમણે અંતરની ઉદારતા અને સમભાવનાના બળે એવું તો વશીકરણ કર્યું કે તેઓ જાતે જૈન વિદ્યાર્થીઓને ભણાવવા આવતા થયા અને આચાર્યશ્રીનો પરિચય
મેળવવામાં પ્રસન્નતા અનુભવવા લાગ્યા ! પોતે અંગ્રેજી ભાષાથી અજાણ હોવા છતાં યુરોપ અને અમેરિકાના અનેક વિદ્વાનો સાથે તેઓએ, જૈન સાહિત્યના ઉત્કર્ષની દૃષ્ટિએ, જે સતત સંપર્ક રાખ્યો હતો એ બીના સૂરિજીની દીર્ઘદષ્ટિનું બરાબર સૂચન કરે છે. (૬)
...
કેળવણીકારોની વાત કરીએ તો મહર્ષિ કર્વે, નાનાભાઈ ભટ્ટ, કિશોરલાલ, માવજી દામજી શાહ, સંપતરાજજી ભણસાળી વગરે; પત્રકારોમાઁ અમૃતલાલ શેઠ, પરમાનંદભાઈ, ભીખાભાઈ કપાસી, ચાંપશીભાઈ ઉદ્દેશી વગેરે; સાહિત્યકારોમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, ધૂમકેતુ, ક. મા. મુનશી, જયભિખ્ખુ, ચુનીલાલ વર્ધમાન શા, મનુભાઈ જોધાણી, જયંતી દલાલ, રામનારાયણ પાઠક વગેરે; કલાકારોમાં પં. રવિશંકર, બિસ્મિલ્લાખાન, રવિશંકર રાવળ, શાંતિલાલ શાહ, કે. લાલ વગેરે; શ્રેષ્ઠીઓમાં કસ્તૂરભાઈ લાલભાઈ, કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, અંબાલાલ સારાભાઈ, અરવિંદભાઈ મફતલાલ મેઘજી પેથરાજ શાહ, જીવતલાલ પ્રતાપશી, સોહનલાલજી દૂગડ, સાહુ શાંતિપ્રસાદજી જૈન, શ્રેષ્ઠી ટોડરમલજી, વાડીલાલ ચત્રભુજ ગાંધી, શાદીલાલજી જૈન વગેરે વિશે અને તેઓનાં કાર્યો વિશેના પોતાના પ્રતિભાવો તેમણે નિ:સંકોચપણે રજૂ કર્યા છે.
સમાજ અને રાજકારણની જ અંદર ઓતપ્રોત રહેતી સંવેદનશીલ, સહૃદયી વ્યક્તિઓ તરીકે તેમણે મહાત્મા ગાંધી, સરદાર, નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી, રફી અહમદ કિડવાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, કામરાજ નાદર, દરબાર ગોપાળદાસ, કૃષ્ણકુમારસહિજી, પુરુષોત્તમદાસ ટંડન, બળવંતરાય મહેતા, ડૉ. રાધાકૃષ્ણ, ડૉ. ઝાકીરહુસેન જેવા રાજકારણના અગ્રેસરો વિશે કલમ ચલાવી છે, તો હેલનકેલર, આશાપૂર્ણાદેવી, શારદાબહેન મહેતા, શ્રી ચન્દ્રાબાઈ, અમૃતકૌર, મેનાબહેન, લીલાવતીબહેન કામદાર જેવાં અગ્રગણ્ય સ્રીરત્નોનાં કામને પણ બિરદાવ્યાં છે.
દા.ત. સૌરાષ્ટ્રના શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ વિશે તેઓ જણાવે છે કે,
૧૪૮