________________
3 અને એમની વિજ નામના પ્રાપ્ત કરી
ક્તની કીર્તિગાથા
પત્રકારત્વ પાપ મેળવી હતી અને નિપુણ અણુવૈજ્ઞાનિક તરીકે દેશ-વિદેશમાં જે નામના પ્રાપ્ત કરી હતી, તે નવાઈ પમાડે એવી અને એમની વિદ્યાનિઝા, ધ્યેયનિષ્ઠા અને કાર્યશક્તિની કીર્તિગાથા બની રહે એવી હતી... દેશભક્તિનો કોઈ પણ જાતનો દેખાવ કર્યા વગર તેઓએ પોતાની સમગ્ર વિદ્યાસિદ્ધિ માતૃભૂમિને ચરણે ધરી દીધી હતી, અને એનો ઉપયોગ સંપત્તિ કે પ્રતિષ્ઠા મેળવવા માટે કરવાની સ્વાર્થપરાયણવૃત્તિથી સાવ અળગા રહ્યા હતા એ તેઓની વિરલ વિશેષતા હતી.” ()
પોતાની કોલમમાં આચાર્ય હેમચંદ્ર, આ. હરિભદ્રસૂરિ, શ્રી આત્મારામજી, આ. ધર્મસૂરિ, પૂ. આ કેસરસૂરિ, પૂ. આ વલ્લભસૂરિ, પૂ આ. નેમિસૂરિ, પૂ. આ. નંદનસૂરિ, પૂ. યુવાચાર્ય મહાપ્રજ્ઞ, પૂ. આ. ધર્મધુરંધરસૂરિ વગેરે આયાર્યોના કામને બિરદાવ્યું છે. સાથે સાથે શ્રી પુણ્યવિજયજી, ઉપા. યશોવિજયજી, પૂ. ન્યાયવિજયજી, પ. વીરવિજયજી, કલ્યાણચંદ્રજી બાપા વગેરેના કામની પણ નોંધ લીધી છે. પૂ. નિર્મળાથીજી, પૂ. મૃગાવતીશ્રીજી, પૂ. વસંતપ્રભાશ્રીજી, પૂ. સદ્ગણાશ્રીજી જેવાં સાધ્વીજીઓનાં કાર્યોની અને શ્રી મોટા, રવિશંકર મહારાજ, આલ્બર્ટ સ્વાઈન્જર, કેદારનાથજી, સ્વામી આનંદ, સંત તુકડોજી વગેરેની સેવાઓની પણ પ્રસંગે પ્રસંગે નોંધ લીધી છે. દા.ત. શ્રી હેમચંદ્રાચાર્ય વિશે લખે છે, “અને કેવળ સાહિત્યક્ષેત્રે જ શા માટે, રાષ્ટ્રનું નવનિર્માણ કરવાના ભારે અટપટા રાજદ્વારી ક્ષેત્રે પણ શ્રી હેમચંદ્રાચાર્યનો કાંઈ નાનોસૂનો ફાળો આપ્યો નથી. કદાચ એમ પણ કહી શકાય કે, તેમનું વિસ્તૃત સાહિત્ય-સર્જન એ ખરી રીતે રાષ્ટ્રસર્જનનું જ એક અગત્યનું અંગ હતું. પ્રજામાનસનો ઘડવૈયો કોઈ પણ રાષ્ટ્રવિધાતા સાહિત્યસર્જનને શી રીતે વેગળું મૂકી શકે ?.... જરાક ઊંડા ઊતરીને વિચારીએ તો . એમનું સાધુજીવન જ આનો સચોટ જવાબ આપી દે છે. જેણે સર્વ જીવો સાથેની મૈત્રીની પ્રતિજ્ઞા લીધી હોય, કોઈની પણ સાથે વૈરભાવ નહીં સેવવાનો મંત્ર સ્વીકાર્યો હોય, અને જૈન ધર્મની અહિંસા અને જૈન અનેકાંતનું અમૃતપાન કર્યું હોય તે લોકકલ્યાણ નહીં કરે તો બીજું કોણ કરશે?” (૫)
આચાર્ય વિજયસૂરિ વિશે જણાવે છે, “તે કાળે જૈનોના કટ્ટર વિરોધી કાશી ક્ષેત્રમાં તેમણે જે કામ કરી બતાવ્યું એ ચિરસ્મરણીય છે. જૈનોનો પડછાયો