________________
જ
પત્રકારત્વ પાપ સાપ્તાહિક, પટેલનો માઢ, માદલપુરા, એલિસબ્રિજ, અમદાવાદ છે, જે આ બંને સંપાદકોના નિવાસસ્થાનનું છે.
આ અંકોમાં જણાવ્યા પ્રમાણે આ સાપ્તાહિક “મુંબઈ, કચ્છ અને કાઠિયાવાડમાં બહોળો ફેલાવો પામેલું, વડોદરા રાજ્યની શાળાઓ તથા પુસ્તકાલયો માટે મંજૂર થયેલ સાપ્તાહિક છે. ૨૪+૪ પાનાંના આ સાપ્તાહિકમાં તેના વાચકો એવા વિદ્યાર્થીઓને જીવનમાં પ્રેરણા મળે તેવું ચોટદાર વાંચન આપવાનો પ્રયાસ દેખાય છે અને તેમાં નાત-જાતના કે ધર્મના કોઈ ભેદભાવ વગર વાંચનસામગ્રી પીરસવામાં આવી છે. વિદ્યાર્થીના મુખપૃષ્ઠ આવરણ (ટાઈટલ પેજ) ઉપર ક્યાંક ટોરપીડોનો ફોટો છે, ક્યાંક ગુજરાતની ગામડાની કળાનું ચિત્ર છે, ક્યાંક ગાંધી તો ક્યાંક ઈસુ છે. ક્યાંક ઘેઘુર વડલો તો ક્યાંક ગોવાલણનું ચિત્ર છે. સરસ્વતદિવી, શ્રવણના પ્રેરણાદાયી ચિત્રની સાથે ડૂબતી સ્ટીમરનું દિલધડક ચિત્ર પણ છે. હિન્દમાં યુદ્ધ આવશે તો નિશાળે જતા કુમાર-કુમારિકાઓને બુરખા પહેરવા પડશે તેવું ભવિષ્યની આગાહી કરનારું કાર્ટૂન ચિત્ર પણ ક્યાંક છે, તો ઉત્તરાયણ નજીક હોય ત્યારે ટાઈટલ પેજ ઉપર મોટો સાદો પતંગ રજૂ થયેલો છે. આઝાદીના જીવનધ્યેયને દર્શાવતા ધ્વજવંદનને પણ ત્યાં સ્થાન છે, તો યુદ્ધમેદાનમાં વપરાતી લોખંડી યુદ્ધમોટરનું ચિત્ર પણ ત્યાં રજૂ થયું છે. | ‘વિદ્યાર્થી સાપ્તાહિકના આ ૨૪ અંકોમાં રજૂ થયેલ લેખોમાં વિષય વૈવિધ્ય પણ છે. આ બધા અંકોમાં કેટલાક ચાલુ વિભાગો છે જે બધા જ અંકોમાં છે તેમાં વિદ્યાર્થીજગતના સમાચાર', 'બાળવિભાગ', ટૂંકી વાર્તા', ‘હિંમતે મર્દ નામની ચાલુ વાર્તા, ‘સાપ્તાહિક સંપર્ક', વિશ્વયુદ્ધ વગેરે વિભાગો મુખ્ય છે. બીજું વિશ્વયુદ્ધ જે ઈ.સ. ૧૯૪પમાં પૂરું થયું તેના ભણકારા ૧૯૩૯ના આ સાપ્તાહિકમાં સ્થાન પામે છે. આ અંકોમાં જ્યોતિ મિત્રમંડળ” નામે એક રસપ્રદ વિભાગ પણ છે જેમાં જે વ્યક્તિને ઇચ્છા થાય તે વ્યક્તિ પોતાનું નામ, સરનામું, શોખ વગેરે વિગતો દર્શાવી શકે. આ અંકોમાં ક્રમશ નં. ૭૭૧થી ૯૪૬ (લગભગ પોણાબસો) નંબરની રસપ્રદ વિગતો રજૂ થયેલ છે. મિત્રો બનાવવાની તે સમયની રસપ્રદ પ્રવૃત્તિનો ખ્યાલ આના ઉપરથી આવે છે. આ ઉપરાંત આ અંકોમાં જુદી જુદી વ્યક્તિઓ, વૈજ્ઞાનિક શોધખોળો, જુદા
૧૪૨