________________
રાજકાજ જેના પત્રકારત્વ જ નજીકના ઝલક જેવાં સંપાદનો પણ તેમણે કરેલ છે. તેમનાં આ બધાં લખાણોમાં ભાષાની સરળતાની સાથેસાથે વાચકને જકડી રાખે તેવી વસ્તુનિરૂપણની અદ્ભુત કળા પણ જોવા મળે છે.
પોતાના જીવનમાં સાદું જીવન અને ઉચ્ચ વિચાર’ના આદર્શને વરેલા રતિભાઈ ખાદીનાં ધોતિયું, ઝભ્ભો, બંડી, ટોપી જેવો સાદો પહેરવેશ ધરાવતા અને બિલકુલ આડંબરરહિત જીવન જીવીને જેવા છીએ તેવા જ દેખાવાનું પસંદ કરતા હતા. “હું મૌન ઉપર એક કલાક ભાષણ આપી શકું, પણ હું પોતે દસ મિનિટ મૌન ન રાખી શકું” જેવાં વિધાનો કરીને પોતાના દોષનો પણ સહજપણે સ્વીકાર કરી લેતા. પોતાના પાછલાં વર્ષોમાં શારીરિક અસ્વસ્થતાની વચ્ચે પણ પોતે હાથમાં લીધેલ “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસને પૂરું કરવાનું કામ તેમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. તા. ૭-૧૨-૧૯૮૫ના રોજ ૭૮ વર્ષની ઉંમરે આ દુનિયાનો ત્યાગ કરીને ગયા ત્યારે પણ દેહદાન દ્વારા સમાજને ઉપયોગી થતા ગયા. (૧)
આવા સંશોધકવૃત્તિ ધરાવતા, નિર્દભ જીવન જીવવાનું પસંદ કરતા, પોતાની સચોટ મૂલ્યાંકન દષ્ટિ ધરાવતા રતિભાઈએ પત્રકાર તરીકે જે કંઈ કામગીરી બજાવી છે તેના ઉપર એક દષ્ટિપાત કરવાનો અહીં ઉપક્રમ છે. તેમણે સંપાદન કરેલ વિદ્યાર્થીના બીજા વર્ષના અંકો ઉપર એક નજર ફેરવીને જૈન'માં તેમણે જે કામગીરી બજાવી છે તેનું વિહંગાવલોકન કરવાનો આ પ્રયત્ન છે. ઈ.સ. ૧૯૩૫ (વિ.સં. ૧૯૯૧)માં જોડાઈને તેર વર્ષ સુધી તેમણે જૈન સત્યપ્રકાશ'નું સંપાદન કરવાનું જે કાર્ય કર્યું છે તેનો અહીં સમાવેશ થઈ શક્યો નથી. વિઘાથી' સાપ્તાહિકના સંપાદક તરીકે શ્રી જયભિખ્ખના સાથમાં
અમદાવાદના “ધી જ્યોતિ કાર્યાલય લિમિટેડ’ તરફથી આવતંત્રી શ્રી ધીરજલાલ ટોકરશી શાહ દ્વારા શરૂ થયેલ વિદ્યાર્થી નામના સાપ્તાહિકમાં ઈ.સ. ૧૯૩૯માં સંપાદકો તરીકે જ્યભિખ્ખું અને રતિલાલ દેસાઈ જોડાય છે. આ સાપ્તાહિક ના તા. ૭-૯-૩૯થી તા. ૨૨-૨-૪૦ સુધીના કુલ ૨૪ અંકો બીજા વર્ષના અંક નં. ૧થી ૨૪ તરીકે બહાર પાડે છે. તેનું સરનામું - ‘વિદ્યાર્થી
૧૪૧