________________
પાન કાનકાના જૈન પત્રકારત્વની જાણકારી સાપ્તાહિકમાં શ્રી સુશીલે (શ્રી ભીમજીભાઈ હરજીવનદાસ પરીખે) પચ્ચીસેક વર્ષ પોતાની કલમના કામણ પાથર્યો. તેમની તબિયતની અસ્વસ્થતા અને હાથના દુખાવાને કારણે ડૉક્ટરે તેમને છએક મહિના માટે આરામ કરવાનું અને લેખનવાંચનથી દૂર રહેવાનું જણાવ્યું. ત્યારે તેમને ચિંતા એ હતી કે, તો પછી જૈનનું શું થાય ? ત્યારે રતિભાઈએ જણાવ્યું કે છ મહિના માટે જૈનમાં અગ્રલેખો લખવાનું કામ પોતે સંભાળશે. બીજાને મદદરૂપ થવાનું તેમનું આ સ્વાભાવિક વલણ તેમને પત્રકારત્વની કેડીએ લઈ જવામાં નિમિત્ત બન્યું. સાહિત્યજગતમાં ખેંચતાણના બનાવો બને છે, તો ક્યાંક ક્યાંક લીમડાની મીઠી ડાળ જેવા આવા પ્રેરણાદાયક બનાવો પણ બને છે. વિદ્વત્તાની સાથે આવી રીતે જ્યારે કોઈને પણ મદદરૂપ થવાની ભાવના ભળે છે ત્યારે જાણે કે સોનામાં સુગંધ ભળે છે. ભૂતકાળનું આવું એક ઉજજવળ દષ્ટાંત “શ્રીપાલ રાજાના રાસ’નું છે. ઉપાધ્યાય વિનયવિજયજી પોતાના પાછલાં વર્ષોમાં આ રાસ રચવાની શરૂઆત કરે છે અને આ રાસ અધૂરો હતો ત્યારે તેઓનો કાળધર્મ થાય છે. અગાઉ નક્કી કર્યા પ્રમાણે તેમના દ્વારા અધૂરો રહેલો આ રાસ તેમના મિત્ર એવા ઉપાધ્યાય યશોવિજયજી સહૃદયતાપૂર્વક પૂર્ણ કરે છે. સાહિત્યજગતના આવા પ્રેરણાદાયી બનાવો એકત્રિત કરવામાં આવે તો દીવાદાંડીની જેમ તે આપણામાં શુભ લાગણીઓ ફેલાવવામાં ચોક્કસ માર્ગદર્શક બની રહે.
રતિભાઈએ “સત્યપ્રકાશ', 'વિદ્યાર્થી અને “જૈન” આ સામયિકોમાં પોતાની આગવી સૂઝથી જે ખેડાણ કર્યું તેની સાથેસાથે તેમની સાહિત્યયાત્રા દ્વારા જે પુસ્તકો પ્રાપ્ત થયાં છે તેની આછેરી ઝલક મેળવીએ તો કહી શકાય કે તેમણે 'ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ”, “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઈતિહાસ' (બે ભાગમાં), વિદ્યાલયની વિકાસગાથા’, ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ૫૦ વર્ષની કાર્યવાહીનો ઈતિહાસ’, ‘પ્રતિષ્ઠાનો અહેવાલ વગેરે ઐતિહાસિક વિગતો રજૂ કરતા ગ્રંથો લખ્યા છે. સમયદર્શ આચાર્ય (વિજયવલ્લભસૂરિ), “શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ’, ‘ગુરુ ગૌતમસ્વામી' જેવા ચરિત્ર ગ્રંથો લખ્યા છે. તેઓના દસ વાર્તાસંગ્રહો બહાર પડેલ છે જેને બીજી આવૃત્તિમાં પાંચ પુસ્તકમાં સમાવી લેવામાં આવેલ છે; તો “આનંદઘન ચોવિશી', જૈન ધર્મચિંતન', જૈન ઇતિહાસની
૧૪૦