________________
જ જૈન પત્રકારત્વ અજયપાષાણw “જ્ઞાનોદય ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે મળતા રૂા. ત્રણસોને બદલે અઢીસો લેવાનું, ‘મહાવીર જૈન વિદ્યાલયના આગળ સંશોધન-પ્રકાશન વિભાગમાં સહમંત્રી તરીકે સાડાત્રણસોના બદલે ત્રણસો રૂપિયા લેવાનું, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઈતિહાસ લખતી વખતે માસિક પાંચસો રૂપિયાને બદલે અમુક સમય પછી પોતાનાથી ઓછું કામ થાય છે તેમ જણાવી ત્રણસો રૂપિયા લેવાનું સ્વીકાર્યું હતું. પગારમાં વધારો માગનાર તો ઘણા મળે, પણ ઓછો પગાર માગનારા તો ભાગ્યે જ મળે ! તેમના આ ન્યાયસંપન્ન વૈભવ’ના વલણમાં તેમનાં સહધર્મચારિણી મૃગાવતીબહેનનો પણ સાથ-સહકાર મળ્યો. મહેમાન પ્રત્યેના આદરભાવના કારણે રોટલો મોટો અને મર્યાદિત આવકમાં બે દીકરા તથા બે દીકરીઓના પરિવારમાં ઘર-ગૃહસ્થી નિભાવવામાં તેમનો પણ અમૂલ્ય ફાળો હતો. પરિવારમાં સંતોષનો ગુણ જાણે સૌને વારસામાં મળ્યો.
ઈ.સ. ૧૯૩૦ના ડિસેમ્બરમાં ‘વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિરમાં ક્યુરેટર તરીકે પ્રથમ નોકરી સ્વીકારી. ત્યાં અઢી વર્ષ નોકરી કર્યા પછી સંસ્કૃત સાથે એમ. એ. કરવાની ઇચ્છા સાથે ૨૬ વર્ષની ઉમરે આગ્રા છોડી અમદાવાદ આવ્યા અને અમદાવાદની ગુજરાત કૉલજેમાં પ્રવેશ મેળવ્યો, પણ આર્થિક સંજોગોનો સાથ ન મળવાથી આ ઇચ્છા પાર ન પડી.
ઈ.સ. ૧૯૩૫ (વિ.સ. ૧૯૯૧) આસપાસ ભાવગનરમાં શ્રી કુંવરજીભાઈ આણંદજીના પ્રમુખપદે ભગવાન મહાવીર” વિશે તેમણે ભાષણ કર્યું, જેની વ્યાપક અસર પડી અને ભાવનગરમાં તેઓનું મિત્રવર્તુળ વિસ્તર્યું. સાહિત્ય પ્રત્યેની નિષ્ઠા અને લગન તેમને સાહિત્યજગતમાં આકર્ષતી ગઈ. તેઓ મુનિસંમેલનના માસિક મુખપત્ર જૈન સત્યપ્રકાશ'ના સંપાદન-મંડળમાં જોડાયા. ૧૩ વર્ષ સુધી તેનું સંપાદન કર્યું. આ જ ગાળામાં અમદાવાદથી પ્રકાશિત થતા વિદ્યાર્થી સાપ્તાહિકના બીજા વર્ષના અંકોના સંપાદક તરીકે ઈ.સ. ૧૯૩૯ની સાલમાં જ્યભિખુની સાથે રહી કામગીરી બજાવી. ત્યાર બાદ ઈ.સ. ૧૯૪૭ની સાલમાં આકસ્મિક રીતે આવી પડેલ જવાબદારી રૂપે 'જૈન' સાપ્તાહિકમાં લખવાની જવાબદારી છએક મહિના માટે સ્વીકારી, જે છ મહિના પોણા બત્રીસ વર્ષ સુધી લંબાયા. બન્યું એવું કે ઈ.સ. ૧૯૦૨ દરમ્યાન ભાવનગરથી શરૂ થયેલ “જૈન”
૧૩૯