________________
જૈન પત્રકારત્વ
ન
જિલ્લાના યેવલા ગામે શરૂ થયું. ત્યાર બાદ મહારાષ્ટ્રના ખાનદેશ જિલ્લાના ધૂલિયામાં, વળી ગુજરાતના વઢવાણમાં, પછી સાયલામાં, ફરી ધૂલિયામાં, પાછું સુરેન્દ્રનગરમાં – એમ રઝળપાટમાં તેમના શિક્ષણનાં વર્ષો પસાર થયાં. માતાના અવસાન પછી માની ખોટ ન સાલે તે માટે કાશીવાળા આચાર્ય ધર્મસૂરિની સલાહથી ‘વીરતત્ત્વ પ્રકાશક મંડળ' નામની મુંબઈ વિલે પારલામાં આવેલ પાઠશાળામાં તેઓને દાખલ કરવામાં આવ્યા, પણ આ આખી પાઠશાળા જે વિ.સં. ૧૯૭૮ (ઈ.સ. ૧૯૨૨)ના અંતમાં બનારસમાં અને આગ્રામાં અને તે પછી બે-અઢી વર્ષે શિવપુરીમાં ખસેડાઈ. અહીં રતિભાઈને સ્થિરતાપૂર્વક અભ્યાસની તક મળી. પિતાના નિધન પછી તેમના કાકા શ્રી વીરચંદભાઈએ તેમના ઉછેરમાં ધ્યાન આપ્યું અને કાકાએ પોતાના પુત્ર શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ)ને પણ આ પાઠશાળામાં મૂક્યા. પોતાના કાકા શ્રી વીરચંદભાઈ પ્રત્યેનો રતિભાઈનો ઓશિંગણભાવ અને આદરભાવ તથા રતિભાઈ અને જયભિખ્ખુ આ બે પિતરાઈ ભાઈઓનો સ્નેહ સદાય ટકી રહ્યાં.
શિવપુરીની આ પાઠશાળામાં જે કેળવણી અને સંસ્કારિતા પ્રાપ્ત થઈ તેની અસર અન્ય વિદ્યાર્થીઓની જેમ આ બંને ભાઈઓના સમગ્ર જીવન ઉપર પડી. વિશાળ દષ્ટિ, માનવતાવાદી વલણ, સાહિત્યનું વાંચન અને સર્જન, ક્રાંતિકારી વિચારો, રાષ્ટ્રપ્રેમ, પ્રામાણિકતા, તટસ્થ વલણ, સ્પષ્ટ અભિવ્યક્તિ, નીડરતા - આ બધાં તેમના જીવનના ગુણોનાં બીજ તેમના બાળપણ અને યુવાનીના ઘડતરમાં પડેલા જણાય છે.
અણહક્કનું કશું જ ન લેવું અને જે મળતું હોય તે પણ પોતાની લાયકાત પ્રમાણેનું છે કે કેમ ? એ સતત વિચાર્યા કરવું, આ રતિલાલના જીવન સાથે વણાઈ ગયેલી બાબત છે. ઈ.સ. ૧૯૨૮માં રતિભાઈને કલકત્તા સંસ્કૃત એસોસિએશનની ‘ન્યાયતીર્થ”ની પદવી મળી. શિવપુરી પાઠશાળામાં આ પદવી તેમને સૌપ્રથમ મળી તેથી પાઠશાળાએ તેમને ‘તાર્કિક શિરોમણિ'ની પદવી આપવાનું નક્કી કર્યું, પણ આ પદવી માટે પોતાની પાત્રતા ન લાગતાં તેઓ પોતાના ગુરુદેવ પૂ. આ. વિદ્યાવિજયજી પાસે રડી પડચા, પદવી લેવાની ના પાડી. અંતે પાઠશાળાએ તેમને ‘તર્કભૂષણ’ની પદવી તો આપી. આગળ ઉપર
૧૩૮