________________
જૈન પત્રકારત્વ
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પ્રસ્તુતકર્તા : ડૉ. માલતી શાહ
(ભાવનગરસ્થિત માલતીબહેને યશોવિજયજીના જ્ઞાનસાર પર Ph.D કર્યું છે. શામળદાસ કૉલેજમાં વિઝિટિંગ પ્રૉફેસર તરીકે સેવા આપેલ. એમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયેલ છે. તેમનાં પુસ્તક ‘નગરશેઠ શાંતિદાસ ઝવેરી’ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે.)
શ્રી રતિલાલ
દીપચંદ દેસાઈ
‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય' આયોજિત એકવીસમા ‘જૈન સાહિત્ય સમારોહ’માં ‘જૈન પત્રકારત્વ' વિષયના વિભાગમાં ‘શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ‘ વિશે વક્તત્વ આપવા માટે મને આપેલ આમંત્રણ બદલ હું ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય’ તથા ‘જૈન સાહિત્ય સમારોહ’ના સર્વ આયોજકોની અત્યંત આભારી છું.
જૈન પત્રકારત્વ ક્ષેત્રે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ એક એવું ઉજ્જવળ નામ છે કે જેમને જૈન અને જૈનેતર સમાજ, વિદ્વાનો તથા સંતસમુદાય આજે પણ યાદ કરે છે. જેમની શતાબ્દી આજથી ચારેક વર્ષ પૂર્વે ઉજવવામાં આવી તેવા શ્રી રતિલાલનો જન્મ વિ.સં. ૧૯૬૩ના ભાદરવા સુદ-પાંચમ, તા. ૧૨મી સપ્ટેમ્બર, ૧૯૦૭ના રોજ પોતાના મોસાળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે થયેલ. પિતા દીપચંદભાઈ અને માતા શિવકોરબહેન. મૂળ વતન સાયલા. પોતાની ચૌદ વર્ષની વયે માતાનું નિધન થયું, ત્યારે ‘દીપચંદ ભગત’ તરીકે ઓળખાતા તેમના પિતાએ કાશીવાળા આચાર્ય શ્રી ધર્મસૂરિજી પાસે ચતુર્થવ્રતની પ્રતિજ્ઞા લીધી. ધર્મના રંગે રંગાયેલા દીપચંદભાઈએ સમય જતાં દીક્ષા ગ્રહણ કરી અને અઢી વર્ષનો દીક્ષા પર્યાય વિતાવી પૂ. મુનિરાજ શ્રી દીપવિજયજી વિ.સં. ૧૯૮૫ના ફાગણ સુદ-બીજના રોજ કાળધર્મ પામ્યા ત્યારે રતિલાલભાઈ અને તેમના નાના બે ભાઈઓએ છત્ર ગુમાવ્યું.
પિતાજીની નોકરીના કારણે રતિભાઈનું પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના નાસિક
૧૩૭