________________
જૈન પત્રકારત્વ
જુદા દેશો વગેરેનો પરિચય પણ પ્રાપ્ત થાય છે.
શ્રીકૃષ્ણ, બ્રિટનના વડાપ્રધાન નેવીલ ચેમ્બરલેન, ગાંધીજી, સરદાર, વિમાની સર કનૈયાલાલ, સર સર્વપલ્લી રાધાકૃષ્ણન, રા.બ. ગોવિંદ સખારામ સરદેસાઈ, સરદાર પૃથ્વસિંહ, જવામર્દ કાળોછ ઝાલો, મહાવીર, બુદ્ધ, ઈસુ, આર્કિમિડીઝ, ઠક્કરબાપા, હિંદી ક્રિકેટર સી. કે. નાયડુ, કમલા નેહરુ, શ્રીમદ્ રાજચંદ્ર, ગુરુ નાનક, ઈસામસીહ, ડૉ. અન્સારીજી, મ. વિસ્ટન ચર્ચીલ, વતનપ્રેમી માતા હરી, સરોજિની નાયડુ, ગુપ્તદાનના સખાવતી શ્રી નગીનદાસભાઈ, આદર્શ વૈદ્ય ઝંડુ ભટ્ટ, સ્ત્રી-મલ્લ હમીદાબાનુ, મહારાણી ચીમનાબાઈ ગાયકવાડ, સહજાનંદસ્વામી વગેરેનો પરિચય છે.
પોલાન્ડ, ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, રશિયા, જર્મની, ઈટાલી, તૂર્કી, ભારતભૂમિ વગેરે દેશોની વિગતો અવારનવાર આ અંકોમાં રજૂ થઈ છે.
તેમાં રજૂ થયેલ વૈજ્ઞાનિક માહિતીસભર લેખોનાં શીર્ષક આ રીતે છે – ટેલિવિઝન, બૉમ્બમારો, સબમરીન, ઝેરી ગૅસ, તોપ અને તેની શક્તિ, બલુનઍરોપ્લેન, વિમાની હુમલાનો સામનો કરતાં યંત્રો, સુરંગ અને સાગરબાઁબ, ગૅસમાસ્ક ને અંધારપછેડો, ટાઈપ-બીબાં, ટૅન્ક, કોડવર્ડ, યંત્ર વિરુદ્ધ માનવ, લોખંડી ફેફસાં વગેરે.
વાગોળ, કોયલ, હાથી, બંગાળના વાઘ, ખીજડો, જાળ અને પીલુ, લીમડો, બળદ, કસ્તૂરી મૃગ, ક્ષયરોગ વગેરે કુદરતનો પરિચય કરાવતા લેખો પણ આમાં છે.
ખાસ વિદ્યાર્થીઓ માટેના આ સાપ્તાહિકમાં મેટ્રિક્યુલેશનના અને બીજા અભ્યાસ માટેના લેખો પણ અવારનવાર રજૂ થયા છે જેમ કે મુંબઈ યુનિવર્સિટીના ગદ્ય-પદ્યસંગ્રહનું અવલોકન, ઇંગ્લૅન્ડનો ઇતિહાસ, આપણું સાહિત્યધન, મેટ્રિકના વિદ્યાર્થીઓને વિનંતી કરતું ચર્ચાપત્ર, ગરબા અને નૃત્ય, કેળવણીનાં બે અંગ, નૉબેલ પ્રાઈઝના વિજેતાઓ, નામ લખવાની રીતો, આપણો વિદ્યાર્થી, વિદ્યાર્થી સ્પેશ્યલ ટ્રેન દ્વારા ઉત્તર હિંદનો પ્રવાસ, રાજકોટની માધ્યમિક શાળાઓ એની હાડમારી ને તકલીફો વિશે ચર્ચા વગેરે વગેરે.
આવું રસપ્રદ અને માહિતીસભર ‘વિદ્યાર્થી’ સાપ્તાહિક એના વર્ષ બીજાના
-
૧૪૩