________________
રાજાનારાજ જૈન પત્રકારત્વ સામાજીક ઉંમરે ૧૧ દિવસના સંથારે ૧૮-૭-૧૯૯૯ના સમાધિ મરણને વર્યા.
એમ. જે. દેસાઈના અનુગામી અને દશાશ્રીમાળી'ના તંત્રી ડો. જયંત મહેતાએ શ્રદ્ધાંજલિ આપતાં કહેલું કે “શ્રી મહાસુખભાઈ કોઈ દિવ્યલોકમાંથી ભૂલા પડેલા લોકોત્તર પુરુષ હતા. એમની જીવનશૈલીમાં સાધુત્વની ઉચ્ચતર રેખાઓનો જ્યોતિર્મય ઝળહળાટ હતો. એમના બોલમાં, એમની દષ્ટિમાં, એમના ઊઠવા-બેસવામાં, એમની સમગ્ર પ્રવૃત્તિમાં સમ્યગ્ર ભાવનાના દર્શન થતાં. એમનાં લખાણોમાં પણ ઉત્તમ જૈનત્વના સંસ્કારોની દીપમાળા પ્રગટતી.”
પુણ્યશ્લોક, સાધુચરિત ઉર્ધ્વપંથના યાત્રી પત્રકાર સ્વ. એમ. જે. દેસાઈને હૃદયપૂર્વક અભિવંદના.