________________
રાજકારા જૈન પત્રકારત્વ જાપાન
સમાજજીવનની નિવૃત્તિ સાથે ઘણી નિવૃત્તિ આપોઆપ આવી જાય છે. માનપત્ર કે થેલીનો સ્વીકાર, અતિથિવિશેષપદ કે પ્રમુખપદ શોભાવવું. બીજાની પ્રેરણા માટે આ કદાચ પ્રેરક તત્ત્વો હશે, તેમાં તથ્ય હોઈ શકે. બીજી રીતે જોઈએ તો વ્યક્તિ પર આડતકરી રીતે સમાજનું ઘણું મોટું ઋણ છે એટલે તે જે કંઈ સેવા કરે છે તે જાણ અદા કરવાનો પ્રયત્નમાત્ર છે.'
સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘના સંચાલકોએ તેમનું સન્માન કરવાની વાત કરી ત્યારે તેમણે કહેલું કે સેવા કરવી એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને કોઈ પણ જાતના માન-સન્માન ન સ્વીકારવાની મેં પ્રતિજ્ઞા કરેલ છે. ‘દશાશ્રીમાળી' પત્રના સુવર્ણ જંયતી અંકમાં પ્રગટ થયેલ “મારું મનોમંથન” એમ. જે. દેસાઈના અંતર્મનની ભાવનાનું પ્રતિબિંબ પાડે છે.
વધુમાં તેઓ લખે છે કે, “એક રીતે વિચારીએ તો કોઈ પણ પત્રના તંત્રીપદમાં અમુક સમયે ફેરફાર થાય તે ઈચ્છાવા યોગ્ય છે અને જરૂરી પણ છે. આજ યુગ ઝડપથી આગળ વધી રહ્યો છે. સમાજનાં મૂલ્યોમાં પણ ઘણું પરિવર્તન થઈ ગયું છે, થતું જાય છે. આવા પરિવર્તનશીલ યુગમાં અમુક સમયે પત્રની શૈલી, વિચારસરણી અને સંપાદનમાં પણ ફેરફાર થાય તો તેથી સમાજને નવા વિચારો અને નવી શૈલીનો લાભ મળે છે. ઊંડા મનોમંથનને અંતે લાગે છે કે સેવા ક્ષેત્રમાંથી મુક્ત થવાનો નિર્ણય સમ્યક સમજણપૂર્ણકનો નિર્ણય મને લાગે છે.'
એમ. જે. દેસાઈ ‘દશાશ્રીમાળી' અને જૈનપ્રકાશ' ઉપરાંત કાઠિયાવાડી જૈન', 'ધર્મધારા', 'જૈન સૌરભ' જેવાં સામયિકોમાં લખતા. તેમનાં ૧૫ પુસ્તકો પ્રગટ થયાં છે.
ચિંતનના ઉપવનમાં”, “અંત સમયની આરાધના”, “ચિંતનનું નવનીત', “ભાવે કેવળજ્ઞાન”, “ધર્મ અને વ્યવહાર”-ભાગ ૧થી ૩, “ધન્યો ગૃહસ્થાશ્રમ”, “કષાયમુક્તિ” અને છ વર્ષ સુધી દીવાળી પ્રસંગે શ્રી ઝાલાવાડી સ્થા. જૈન સભા માટે “સદ્વિચાર’ની ૬ પુસ્તિકાનું સંપાદન કરેલ.
તેમના પુત્ર તનસુખભાઈ દેસાઈ કહે છે કે, “નિષ્કામ ભાવે સાહિત્યિક પ્રવૃત્તિ કરવી તે મારા પિતાના અંતરના આનંદનો વિષય હતો.” ૮૫ વર્ષની
૧૨૭