________________
જૈન પત્રકારત્વ
હોવાથી બાળજીવોને સાંભળતા આનંદ આવે છે. ભૂતકાળમાં જૈન મહાત્માઓએ અનેક મહાન પુરુષોનાં જીવનવૃત્તાંતો આવા રાસા દ્વારા લખેલ છે જેમાં તે વખતની લોકભાષામાં જ તેમની રચના થયેલી છે. તેમાં નવે રસનાં વર્ણનો હોય છે. શા. ભીમશી માણેકે આવા ઘણા રાસાઓ પ્રકાશિત કર્યા છે. જેમ કે શ્રી ચંદ રાજાનો રાસ, શ્રી સમરાદિત્ય કેવલીનો રાસ, ધન્ના શાલિભદ્રનો રાસ, મહાબલ રાજા અને મલયાસુંદરીનો રાસ, નર્મદાસુંદરીનો રાસ, વસ્તુપાલ તેજપાલનો રાસ, પરદેશી રાજાનો રાસ જેવા અનેક રાસાઓ જેમના વાંચનો આજે પણ પૂજ્ય ગુરુદેવો ચાતુર્માસ દરમિયાન કરે છે.
અચલગચ્છની ગુરુપટ્ટાવીને સૌ પ્રથમ પ્રકાશિત કરવાનું શ્રેય શ્રાવક ભીમશી માણેકને જાય છે એ પટ્ટાવલીનો આધાર લઈને જર્મન વિદ્વાન ડૉ. જ્હૉનસને અંગ્રેજીમાં તેનું પ્રકાશન કર્યું છે.
શા. ભીમશી માણેક ઉત્તમ ગુણવત્તા સાથે સમયસર પ્રકાશનના ચુસ્ત હિમાયતી હતા. સં. ૧૯૪૨માં શ્રી જ્ઞાનવિમલ વિરચિત ‘શ્રી શ્રીચંદ કેવલીનો રાસ” શેઠ નરશી જેઠાભાઈએ છપાવવાનું કાર્ય ભીમશીભાઈને આપેલ. ગ્રંથ છપાવતી વખતે તેઓ ચાર મહિના સુધી જ્વરથી પીડાતા હતા છતાં ઉજાગરા વેઠીને પોતાની જાતદેખરેખ હેઠળ છપાઈ કામ પૂર્ણ કર્યું.
તેઓ કહેતા કે, જેમ સૈન્ય, કિલ્લા અને કોષાદિક એ રાજ્યનાં અંગો છે, તે અંગો જેટલા પ્રમાણમાં સબળ હોય તેટલા પ્રમાણમાં રાજ્યની પ્રબળતા અને દઢતા લેખાય છે તેમ સુવિહિત ગ્રંથો એ ધર્મરૂપી રાજ્યનું એક મુખ્યમાં મુખ્ય અંગે છે. તે અંગની પ્રબળતાથી અન્ય તીર્થિઓના મનમાં જિન ધર્મને વિશે હંમેશાં ઉત્તમ વિચારો અને સાધર્મિક ભાઈઓને શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર નિરંતર શ્રદ્ધા રહે અને દેવ, કુગુરુ તથા કુધર્મના આગ્રહથી તેઓ દૂર રહે એ કારણ માટે તે અંગને મજબૂત રાખવું એ ખરેખર મહાઆવશ્યકતાનું કામ છે. જે માણસ માત્ર શાસન ઉન્નતિ માટે જ પોતાના વ્યવહારિક કૃત્યને મૂકીને ગ્રંથ પ્રકાશન કરવાનું કાર્ય કરે તેને જેટલો પોતાથી બને તેટલો તન, મન અને ધનથી આશ્રય આપવો. આવા જ્ઞાનપિપાસુ, ઉમદા વિચારવાળા શા. ભીમશી માણેક એ સમયના રૂઢિચુસ્ત સમાજ અને સાધુસમાજ સામે કેવા ક્રાંતિકારી વિચારોથી ઝઝુમ્યા એ
જ
૧૨૨