________________
જય જય જય જય જજ જૈન પત્રકારત્વ જાણકાર સંસ્કૃત કે પ્રાકૃતમાં હોય તો તેનું સરળ ભાષાંતર પણ કરાવવું પડે. ત્યાર બાદ છપાઈની શરૂઆત થાય.) આ કાર્યમાં ખૂબ જ સમય અને રકમનો વ્યય થાય. વળતર મળશે કે નહીં, પણ મારે તો જ્ઞાનભંડારમાં દટાઈ રહેલા ગ્રંથોને સમાજ સમક્ષ અને લોકો સમજી શકે એવી લોકભાષામાં રજૂ કરવા છે એવી એકમાત્ર તેમની ભાવના. તેમણે એક લાખ રૂપિયાના ખર્ચે પ્રકરણ રત્નાકર ચાર ભાગમાં છાપવાની યોજના કરી. તેનો પ્રથમ ભાગ સં. ૧૯૭૨માં નિર્ણયસાગર’ નામના મુંબઈના પ્રસિદ્ધ મુદ્રાયંત્રમાં છપાવી પ્રસિદ્ધ કર્યો. (આ છપાવવામાં મુખ્યપણે શેઠ કેશવજી નાયકે તેમ જ રાવબહાદુર લક્ષ્મીપતિ સિંહજીએ તથા અન્ય સહાયતા આપી હતી.) સં. ૧૯૩૨થી સં. ૧૯૩૭ના ગાળ દરમિયાન (ભીમશીભાઈએ) પ્રકરણ રત્નાકરના દળદાર ૪ ભાગ આપ્યા જે જૈન સમાજમાં ખૂબ જ લોકપ્રિય થયા. તેની સાથે પાંડવ ચારિત્રનો બાલાવબોધ, સાથે પ્રતિક્રમણ સૂત્ર, વિવિધ પૂજા સંગ્રહ, સૂયગડાંગ સૂત્ર, સમ્યક્વમૂલ, બારવ્રતની ટીપ આદિ ગ્રંથો પણ છાપ્યા. સમાજના રૂઢિચુસ્ત વર્ગનો વિરોધ ચાલુ રહ્યો. ખૂબ જ દબાણો આવ્યા છતાં હિંમતથી તેઓએ સામનો કરી પ્રકાશન ચાલુ રાખ્યું.
છપાયેલા ગ્રંથો વિશેષ લોકપ્રિય બને તે માટે શાસ્ત્રી લિપિમાં છપાવ્યા. સુંદરમાં સુંદર ટાઈપમાં મોટા સુવાચ્ય વર્ષોમાં પાક્કા પુંઠાવાળા દળદાર આકારમાં ગ્રંથો છપાવ્યા. પરિણામે એમણે પ્રકાશિત કરાયેલા ગ્રંથો લોકોમાં ખૂબ જ પ્રચલિત થયા. શ્રી વિધિવક્ષગચ્છીય શ્રાવકના દૈવસકાદિક પાંચે પ્રતિક્રમણ સૂત્ર એમણે સં. ૧૯૪૫માં નિર્ણયસાગરમાં છપાવી પ્રકાશિત કર્યું.
પ્રકાશક તરીકેની મહેનતની કિંમત, નફાની રકમ, રોકવા પડતા નાણાનું વ્યાજ અથવા સાહસ ઉપાડવામાં વહોરી લેવા પડતા જોખમનું મૂલ્ય એ સર્વનો ક્યારેય પણ વિચાર કર્યા વગર સતત ગ્રંથો છપાવવાનું ચાલુ રાખ્યું. આવું સાહસ એકલપંડે તેઓ ઉપાડી શકાય તેટલા સમૃદ્ધ ન હતા તેથી શ્રેષ્ઠીઓની સહાય મેળવી અને ઘણી વાર તે પણ પૂરી ન હોવા છતાં તેમણે કાર્ય ચાલુ
રાખ્યું.
આજના સાહિત્ય સમારોહનો બીજો વિષય છે જૈન રાસાઓ, જે જૈન સાહિત્યમાં અગત્યનું સ્થાન ધરાવે છે. તેમાં મુખ્ય ભાગ કથાઓનો આવતો
૧૨૧