________________
કાકા જાપ જૈન પત્રકારત્વ સાધનો મળી આવે છે તેવાં આગળ કોઈ વખતે પણ નહોતાં. પહેલા પ્રથમ ગ્રંથોનો જીર્ણોદ્ધાર તાલપત્ર પર થયેલો દેખાય છે ને ત્યાર પછી કાગળ ઉપર થયો છે. એ અદ્યાપિ સિદ્ધ છે. પુરાતન ગ્રંથોનો જીર્ણોદ્ધાર કરવાથી તો ગ્રંથોનું અવલોકન થશે, પ્રયાસ વિના કેટલાએકનો વિદ્યાભ્યાસ થશે, રસ ઉત્પન્ન થઈને જ્ઞાનસંપાદન કરવાની અતઃકરણમાં ઉત્કંઠા થશે. શુદ્ધ ધર્મ ઉપર પ્રીતિ વધશે. (વર્તમાન કાલાશ્રિત જ્ઞાનનાં જે જે સાધનો હોય તેઓનું ગ્રહણ કરીને તેના ઉપયોગ વડે એ શુભ કૃત્ય કરવામાં કોઈ પણ પ્રમાદ કરવો નહીં).
ચાલતા સમયમાં જ્ઞાનવૃદ્ધિનું સર્વોત્કૃષ્ટ સાધન મુદ્રણયંત્રકલા છે. એ કળાનો મૂળ પાયો જો કે યુરોપ દેશમાં અન્ય ધર્મીઓના હાથેથી પડ્યો છે. તો પણ સર્વ લોકોને અતિ ઉપયોગી હોવાથી તેનો તિરસ્કાર ન કરતાં જ્ઞાનની વૃદ્ધિની ઇચ્છા કરનારા મનુષ્યોએ અંગીકાર કરવો જોઈએ. પુસ્તક મુદ્રિત કરવાની ઉત્કૃષ્ટ અને સહેલી રીતને ગ્રહણ કરી લેવી જોઈએ. તેમાં કોઈ દોષ નથી પણ મોટું પુણ્યાનુબંધી પુણ્ય છે, કારણ કે જે પરોપકાર બુદ્ધિથી પૂર્વાચાર્યોએ જે ગ્રંથો લખ્યા છે તેને છાના રાખી મૂકવા તે કરતાં જે તે પ્રકારે ગ્રંથો છપાવીને પ્રસિદ્ધ કરવા જોઈએ જેથી અનેક ભવ્ય જીવો જ્ઞાનને પામે અને જ્ઞાનની વૃદ્ધિ થાય, કેમકે એક વખત છપાઈ ગયેલો ગ્રંથ હંમેશ કાયમ રહે છે, તેનો ઘણા કાળ સુધી વિચ્છેદ થતો નથી. પોતાની આ વાત સમાજના વિદ્વાનો અને ગુરુભગવંતોના ગળે તેઓ ઉતરાવી શક્યા તેથી આગળ જતાં તેમને સમાજ તરફથી ઘણો સહયોગ મળ્યો. છતાં તેમનો વિરોધ કરનારો પણ રૂઢિચુસ્ત મોટો વર્ગ હતો.
એમણે સંવત ૧૯૨૧થી સં. ૧૯૨૮ સુધી દેશાવરોમાં ફરીને જૈન સાહિત્યની બહુમૂલ્ય હસ્તલિખિત ગ્રંથોની પ્રતો મેળવવાનું કાર્ય કર્યું અને સં. ૧૯૨૮ બાદ મેળવેલા ગ્રંથોને શુદ્ધ કરી, ફરી લખાવી સામાન્ય માણસ સમજી શકે તે માટે મૂળ શ્લોકોના અર્થ અને જરૂરી હોય તો મૂળ ગ્રંથોનું સરળ ગુજરાતીમાં ભાષાંતર કરાવ્યું અને ત્યાર બાદ ગ્રંથોને છાપવાનું શરૂ કર્યું. (ઘણી વખત આખા ભારતમાં તપાસ કરવાથી અમુક ગ્રંથની માવ એક જ નકલ મળતી. તેની કોપી લખાવે. અન્ય પ્રત ન મળતી હોય તેથી સરખાવવાનું ખૂબ જ મુશ્કેલ અને તેથી ખૂબ જ ઊંડાણથી વાંચન અને અર્થઘટન કરવું પડે. વળી મૂળ પ્રત
૧૨૦