________________
જૈન પત્રકારત્વ આપવામાં ન હતા પરંતુ વિવિધ શાસ્ત્રોના સારા અભ્યાસી હતા. જૈન સાહિત્ય જાળવવાના અને પ્રસારના ઉમદા ધ્યેયને વરેલ આ માનવીના જીવન વિશે વિશેષ માહિતી મળતી નથી એટલે એમણે પ્રકાશિત કરેલ સાહિત્યનું વિવેચન કરતાં એમના જીવન અંગેની જાણકારી લઈશું.
જૈન શ્રુતનો બહુ મોટો ભાગ નાશ પામ્યો છે. તે નાશ પામવાના કારણો અનેક છે પણ આજે તેનો જેટલો અને જે ભાગ સચવાઈ રહ્યો છે તેનું ફક્ત એક જ કારણ છે અને તે છે જૈનોની શ્રુતભક્તિ. આ અંગે શા. ભીમશી માણેક લખે છે, જૈન સમાજ પર ઉપકાર કરી પૂર્વના મહાન આચાર્યો અને વિદ્વાનોએ અનેક ગ્રંથો રચ્યા પરંતુ તેમાંનો મોટો ભાગ મુસ્લિમોના રાજ્યકાળમાં નષ્ટ થયો તેમ જ જાળવવા પ્રત્યેની બેદરકારી પણ કારણરૂપ છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી તેમ જ શ્રી હેમચંદ્રાચાર્યે સાડા ત્રણ કરોડ શ્લોક રચ્યા પણ તેમાંથી ઘણું થોડું મળે છે. મહાસાગરમાંથી એક બિંદુર૫ ગ્રંથો બચ્યા છે તેને સાચવવા જોઈએ, સદુપયોગ કરવો જોઈએ અને સામાન્ય માનવી સમજી શકે તેવા અર્થ સાથે છપાવવા જોઈએ. એ માટે એમણે પ્રચંડ પુરુષાર્થ આદર્યો. એમણે એ જમાનામાં પ્રચલિત મૃત્યુ પાછળ જમણવારના કઢંગા રિવાજ સામે લોકોને સમજાવી અને લક્ષ્મીનો સદુપયોગ કરી જ્ઞાનામૃતનું જમણ આપણા સમજાવ્યા. અધ્યયન કરવા યોગ્ય ગ્રંથોનું વાંચન કરી લોકો લાભ લે તેવી ભાવના જાગૃત કરી. પરિણામ સ્વરૂપે શ્રી કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના ઘણા લોકો ગ્રંથો છપાવવામાં મદદરૂપ થયા.
શા. ભીમશી માણેકના સમયમાં પ્રિન્ટિંગ પ્રેસનું આગમન નવું હતું. તેઓ મુદ્રણકળાનું મહત્ત્વ સમજી શક્યા અને ભારતભરમાં વેરવિખેર પડેલ હસ્તલિખિત સાહિત્યને મુદ્રિત કરવું જરૂરી છે એમ જાણ્યું, નહિતર કાળના પ્રવાહમાં જે કાંઈ બચેલું જ્ઞાન છે તે પણ નષ્ટ થઈ જશે. ગુજરાતની મુદ્રણકલાની સ્થાપનાનું વર્ષ સં. ૧૮૬૮ છે. સં. ૧૮૬૮માં ફરદુનજી મર્ઝબાને ‘સમાસાર” નામનું છાપખાનું મુંબઈમાં કાઢયું. સં. ૧૮૭૮માં મુંબઈ સમાચાર' એ નામનું પત્ર તેમાંથી કાઢવામાં આવ્યું. સં. ૧૮૭૮માં મુંબઈ સરકારે મુદ્રાલય શરૂ કર્યુ. આ મુદ્રણયંત્રકલાના હિમાયતી ભીમશીભાઈ લખે છે, “હાલના સમયમાં જીર્ણોદ્ધાર કરવા જેવાં
૧૧૯