________________
બજાજ જે પત્રકારત્વ અપાયાજાજ જૈન પત્રકારત્વ : શા. ભીમશી માણેક
- ડૉ. રશ્મિ ભેદા
જૈન ધર્મના અભ્યાસુ ડૉ. રશ્મિબહેન ભેદાએ યોગ વિષય પર થિસિસ લખી Ph. D. કરેલ છે. તેમના શોધનિબંધનો “અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષની” નામનો ગ્રંથ પ્રગટ થયો છે. તેઓ જૈન સાહિત્ય સમારોહ અને જેન જ્ઞાનસત્રોમાં નિબંધો પ્રસ્તુત કરે છે.
પત્રકાર હોય કે જે પોતાના લેખન પ્રકાશન દ્વારા લોકજાગૃતિ લાવે અને વર્તમાન જૈનોમાં કાંઈક પણ જાગૃતિ-બોધ આપવાની શરૂઆત કરનાર છે શા. ભીમશી (ભીમસિંહ) માણેકનું પુસ્તક પ્રકાશન. આપણે એને પત્રકારત્વનું પરોઢ કહી શકીએ. જ્યારે જૈન શાસ્ત્રો માત્ર તાડપત્ર પર જ લખાય, પુસ્તક છપાવવામાં જ્ઞાનની આશાતના થાય છે એ જાતનો વિચાર, સાધુ અને શ્રાવકોના મોટા સમૂહમાં પ્રવર્તતો હતો તેવા કાળે જૈન સાહિત્યને છપાવવાની પહેલ કરવી એ બહુ મોટું સાહસ હતું. ઓગણીસમી સદીના અંતમાં મુદ્રણકલાની શરૂઆત થઈ અને પછી વીસમી સદીમાં મુદ્રણકલાનો વિશેષ આવિષ્કાર થયો. તે કલાનો આશ્રય લઈ ધર્મપુસ્તકો છપાવવામાં પહેલ કરનાર હતા કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના બંધુ શા. ભીમશી માણેક. ડૉ. કુમારપાળ દેસાઈના શબ્દોમાં જૈન પત્રકાર એવો હોય જેની પાસે વિરલ અને વિશિષ્ટ એવા જૈન દર્શનમાંથી સાંપડેલી આગવી દષ્ટિ હોય, જૈન ઇતિહાસ પાસેથી મળેલું અનુભવભાળ્યું હોય. જિનશાસન વ્યાપક તત્ત્વોનું એની આંખમાં અંજન હોય, જૈન ધર્મ પાસેથી પ્રાપ્ત જીવનકલા હોય અને એમાં નિહિત મૂલ્યો માટેની નિષ્ઠા હોય. આવી જ નિષ્ઠા હતી કચ્છ મંજલ રેલડિયાના સપૂત શ્રી ભીમશી માણેકની કે જેના માટે સમગ્ર જૈન સમાજ ગૌરવ લઈ શકે છે. સામાન્ય રીતે એવી છાપ હોય છે કે વાણિયાઓ લક્ષ્મદિવીના ઉપાસકો છે. સરસ્વતી દેવીના નહીં, પણ (શા. ભીમશી માણેકે) આ વાણિયાપુત્ર જૈન સાહિત્યના પ્રસાર અને ઉત્થાનમાં એવું યોગદાન આપ્યું કે જૈન સમાજે તેમને “જૈન શ્રત પ્રસારક'નું બિરુદ આપ્યું. તેઓ માત્ર સાહિત્ય પ્રકાશક
૧૧૮ -