________________
રાજા રાજ જૈન પત્રકારત્વ અપાય
બીજી પ્રવૃત્તિ તે ૧૯૮૫માં રમણભાઈને કરુણાનો એક વિચાર આવ્યો. ગુજરાતના પછાત વિસ્તારમાં અનેક એવી ઉત્તમ સામાજિક સંસ્થાઓ છે જે ધનના અભાવને કારણે પોતાની પ્રવૃત્તિ સ્થિર કરી શકતી નથી અને આગળ વધી શકતી નથી. ઉપરાંત આવી સંસ્થાના કાર્યકરો એટલા નિષ્ઠાવાન અને સિદ્ધાંતનિષ્ઠ હોય છે કે સરકાર કે અન્ય સ્થળે દાનની વિનંતી કરવામાં સંકોચ અનુભવતા હોય છે. રમણભાઈએ વિચાર્યું કે પર્યુષણ પર્વ દરમિયાન જ્ઞાન ઉપાર્જન સાથે, આવી સંસ્થાઓ માટે દાનની ટહેલ નાખવી જેથી શ્રીમંતોની સાથોસાથ મધ્યમવર્ગ પણ યથાશક્તિ દાન આપી પોતાની કરુણા ભાવનાને સંતોષી શકે અને સાથોસાથ આવી સંસ્થાને આર્થિક રીતે સહાય પણ કરી શકાય. આ હેતુ માટે રમણભાઈ સંઘની કારોબારીના સભ્યો સાથે એ સંસ્થાની મુલાકાત લેતા અને ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી સંસ્થાની યોગ્યતાની ખાતરી કરી આવી સંસ્થા માટે શ્રોતાઓને દાનની વિનંતી કરાતી અને જે રકમ એકઠી થાય એ રકમ આપવા દાતાઓ અને સંઘના સભ્યો સાથે એ સંસ્થાને કોઈ પણ જાતની શરત વગર દાન આપતા. આજ સુધી ચોવીસ જેટલી સંસ્થાઓને કુલ ત્રણ કરોડથી વધુ રકમનું દાન વ્યાખ્યાનમાળાના માધ્યમે ઉપાર્જન કરી પહોંચાડવામાં આવ્યું છે.
તારતમ્યઃ રાજકીય, સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે જાગૃતિ આણવી, કરુણા, પ્રબુદ્ધ તત્ત્વની ભાવના લોકોમાં જગાડવી એ ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા સામયિક આજના પ્રબુદ્ધ જીવને’ ૮૨ વર્ષથી કેટલાય લોકોના અંતરમાં જ્ઞાનદીપ પગટાવ્યા છે. સત્ત્વ અને તત્ત્વશીલ પ્રબુદ્ધ જીવને લોકોને ધાર્મિક, સામાયિક, રાજકીય અને રાષ્ટ્રીય ક્ષેત્રે નવો દષ્ટિકોણ આપી એક ઊંચા આયામે પહોંચાડ્યા છે, સશક્ત જાગૃત સમાજની રચના કરી છે. હાલમાં દર માસની સોળમી તારીખે મુંબઈથી પ્રગટ થતું છત્રીસ પાનાનું માસિક પ્રબુદ્ધ જીવન’ ૪૦,૦૦૦થી વધુ સંખ્યામાં બહોળા વાચક વર્ગની જ્ઞાનપીપાસા સંતોષે છે. વ્યાંસી વર્ષના આ જાજરમાન ઇતિહાસ જેવો, તેના કરતાં પણ વધુ ઝળહળતો ઇતિહાસ આગળ જતાં પ્રબુદ્ધ જીવન’ સુવર્ણ અક્ષરે કોતરશે તેમાં કોઈ બે મત નથી. **