________________
જૈન પત્રકારત્વ
રમણલાલભાઈના આ લેખમાં આગળ કન્ફ્યુશિયસ અને તેમની નીતિધર્મ વિચારણા વિશે વધુ માહિતી આલેખવામાં આવી છે.
આમ આ ત્રણે મહાનુભાવોએ પ્રબુદ્ધ જીવનને નવા નવા સ્વરૂપે રંગ્યું છે. હાલ છેલ્લાં સાત વર્ષથી ડૉ. ધનવંત શાહ માનદતંત્રી રૂપે ફરજનિષ્ઠ છે. પૂર્વકાલીન તંત્રીઓના પંથે ચાલતા ચાલતા તેમણે પણ સમકાલીન અને સાહિત્યિક વિષયો પર ચિંતનાત્મક લેખો આપ્યા છે તેમજ તેમણે શરૂ કરેલી કટાર ‘પંથે પંથે પાથેય’...માં વાચકોના પ્રસંગો, સત્યઘટનાઓ હૃદયને સ્પર્શી જાય તેવા સંવેદનાત્મક હોય છે. તેમના દ્વારા પ્રર્યુષણ પર્વમાં વિશેષાંકો પ્રગટ કરવામાં આવે છે, જેવા કે ‘જૈન કથાવિશ્વ’ સંપાદક કાંતિભાઈ શાહ, ‘નવપદ’ સંપાદક અભય દોશી, ‘આગમસૂત્ર વિશેષાંક’ સંપાદક ગુણવંત બરવાળિાયા, ‘મહાવીર સ્તવન’ કલાબહેન શાહ અને ‘ગણધરવાદ' રશ્મિભાઈ ઝવેરીનો સમાવેશ થાય છે.
ઈતર પ્રવૃત્તિઓ આમ તો આ બે ઇતર પ્રવૃત્તિઓ ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ના નેજા હેઠળ ગણાય પરંતુ પ્રબુદ્ધ જીવન વિના કદાચ તે અધૂરી હોત તેથી અહીં ઉલ્લેખ કરવો ઘટે.
સંઘના ઉદ્ભવ સાથે જ સામયિક પ્રવૃત્તિઓ મોટે ભાગે જોડાયેલી રહી છે. સંઘનો ઉદ્દેશ જ જૈન સમાજમાં વૈચારિક ક્રાંતિ જગાડવાનો હોઈ, આ માટે સાપ્તાહિક યા પાક્ષિક પત્ર સિવાય ચાલે જ નહીં એ ખ્યાલથી પ્રેરાઈને આ સામયિકની શરૂઆત થઈ ત્યાર બાદ નવા વિચારોને સમાજ તરફ વહાવવા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ પર્યુષણના આઠ દિવસ દરમિયાન પર્યુષણ વ્યાખ્યાનમાળાની પરિકલ્પના સંઘ સમક્ષ મૂકી. પંડિત સુખલાલજીનો ઉદ્દેશ્ય હતો કે એક વર્ગ એવો છે જે ઉપાસરામાં જતો નથી પરંતુ બૌદ્ધિક છે. તો તેવી વ્યક્તિઓની બૌદ્ધિક જ્ઞાનપીપાસા સંતોષાય એવા ઉદ્દેશથી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કરવામાં આવ્યો જેને ૭૫ વર્ષ પૂર્ણ થયાં. આ વ્યાખ્યાનમાળામાં જૈન-જૈનેતર વિષયો લેવામાં આવતા હતા. વ્યાખ્યાતાઓ તરીક કનૈયાલાલ મુનશી, મોરારજી દેસાઈ, પૂ. મોરારિબાપુ, ઉમાશંકર જોષી, પાંડુરંગ શાસ્ત્રી, મધર ટેરેસા, ફાધર વાલેસ, ડૉ. સુરેશ જોષી, મૃણાલિની દેસાઈ, ડૉ. કુમારપાળ દેસાઈ જેવી વિરલ વિભૂતિઓએ વ્યાખ્યાન આપ્યાં છે.
૧૧૬