________________
રાજકજ જૈન પત્રકારત્વ જ જાય છે દ્વારા ચીની પ્રજાના સંસ્કારોનું જેટલું ઘડતર થયું છે તેટલું અન્ય કોઈ એક વ્યક્તિ દ્વારા નથી થયું. એથી જ ચીનની પ્રજાએ જેટલું માન મહાત્મા કશિયસને આપ્યું છે તેટલું બીજા કોઈને આપ્યું નથી.
અઢી હજાર વર્ષ પૂર્વે ચીનની સંસ્કૃતિને ઘડવામાં બે મહાન વિભૂતિઓએ મહત્ત્વનું કાર્ય કર્યું છે. એ બે વિભૂતિઓ તે લાઓત્સ અને કફ્યુશિયસ. બંને સમકાલિન હતા. લાઓત્યે નિવૃત્તમાર્ગી અને એકાંતપ્રિય અને અધ્યાત્મવાદી હતા. તેઓ પ્રસિદ્ધિથી વિમુખ હતા. એમની તત્વવિચારણા ઘણી ગહન હતી. કફ્યુશિયસ પ્રવૃત્તિમાર્ગી હતા. અનેક લોકોના સંપર્કમાં તેઓ આવ્યા હતા. રાજાઓ દ્વારા પ્રજાના જીવનને ઉન્નત બનાવવાનું તેમનું ધ્યેય હતું. તેઓ ચીનમાં ઘણે સ્થળે ઘૂમી વળ્યા હતા અને અનેક રાજાઓના અંગત સંપર્કમાં આવ્યા હતા. રાજ્યશાસન ચલાવવાની બાબતમાં તેઓ ઘણા જ કુશળ હતા. ચીનના રાજ્યદરબારમાં લાઓત્સ અને કફ્યુશિયસ એમ બંનેનું ઘણું માન હતું, પરંતુ રાજદ્વારી કક્ષાએ અને લોકજીવનની ભૂમિકાએ કર્યુશિયસે ઘણું મોટું મહત્ત્વનું અને પાયાનું કામ કર્યું હતું.
ચીનમાં મુખ્ય ત્રણ ધર્મ છે. (૧) તાઓ ધર્મ (૨) કફ્યુશિયસ ધર્મ (૩) બૌદ્ધ ધર્મ. આ ત્રણે ધર્મ એકબીજાના વિરોધી નહીં પણ ઘણે અંશે પૂરક જેવા રહ્યા છે. આથી જ ચીનમાં એ ત્રણે ધર્મને એકસાથે અનુસરતી વ્યક્તિઓ જોવા મળે છે.
તાઓ ધર્મ અને કફ્યુશિયસનો નીતિધર્મ લગભગ એક જ કાળે પ્રચલિત બન્યા હતા. એ બંને ધર્મ વચ્ચે કાઈ વિરોધ કે વૈમનસ્ય નહોતું. ચીનમાં ત્યાર પછી ઘણા સૈકાઓ બાદ બૌદ્ધ ધર્મ આવ્યો. બૌદ્ધ ધર્મ ભારતમાંથી બ્રહ્મદેશ, થાઈલેન્ડ, વિએટનામ, કંબોડિયામાંથી પ્રસરતો પ્રસરતો ચીનમાં પહોંચ્યો હતો. અહિંસાદિ પંચશીલની ભાવના અને નીતિમય જીવનના ઉપદેશને કારણે ચીનમાં એને સારો આવકાર મળ્યો હતો. બૌદ્ધ ધર્મ બહારથી આવેલો હોવા છતાં તાઓ ધર્મ કે કફ્યુશિયસના ધર્મ સાથે, સંઘર્ષમાં આવે એવો નહોતો. એથી જ ચીનમાં અને ત્યાર પછી કોરિયા અને જાપાન સુધી બોદ્ધ ધર્મનો પ્રચાર થયો હતો અને વર્તમાન સમય સુધી પ્રચલિત રહ્યો હતો.
૧૧૫