________________
જય જય જૈન પત્રકારત્વ અજાજ,
ચીનની રાજકીય અને આર્થિક વિકાસની પદ્ધતિ તેમ જ પશ્ચિમની પદ્ધતિ વચ્ચે જે તફાવત છે એ સંબંધમાં બધું જ કહ્યા પછી જે એક વસ્તુ ચીનને વિશેષ કરીને પશ્ચિમથી જુદું પાડે છે એ નૈતિક વિકાસની પદ્ધતિ છે. નવો સમાજ ખૂબ જ નીતિમત્તાયુક્ત અને ગુણસંપન્ન હોય એની ચીનને જરૂર છે, પણ એ સાથે ચીન પોતાના આ ધ્યેયને સિદ્ધ કરવા માટે જે પદ્ધતિ અખત્યાર કરે છે એ પશ્ચિમની પદ્ધતિથી સાવ નિરાળી છે.”
આમ ચીમનલાલ ચકુભાઈ શાહે સામાજિક અને રાજકીય જાગૃતિ વિષયક લેખો લખી પ્રબુદ્ધ જીવનની પાઘડીમાં એક નવું છોગું ઉમેર્યું. ત્યાર બાદ તંત્રીપદે રમણલાલ શાહ આવ્યા. તેઓએ ૨૪ વર્ષની દીર્ઘકાલીન સેવા પ્રબુદ્ધ જીવનને આપી. પરમાનંદજીએ સામાજિક જાગૃતિથી પ્રબુદ્ધ જીવનને ભર્યુંભર્યું બનાવ્યું તો ચીમનલાલ ચકુભાઈ શાહે રાજકીય સમીક્ષા થકી જાગૃત કર્યું અને રમણલાલ ચી. શાહે તેમના પંથે ચાલી સંવેદનાત્મક અને સંશોધનાત્મક લેખોનું નવું છોગું ઉમેર્યું. જૈન સાહિત્યમાં તેમણે ગહન સંશોધનો અઢળક પ્રમાણમાં કર્યા છે તેમ જ એકાંકી સંગ્રહ શ્યામ રંગ સમીપે, જીવનચિત્ર - રેખાચિત્ર - સંસ્મરણમાં હેમચંદ્રાચાર્ય, મોહનલાલજી મહારાજ, શેઠ મોતીશા વગેરે, પ્રવાસ શોધ-સફર લેખો, નિબંધ, સાહિત્ય વિવેચન, સંશોધન, સંપાદન, ધર્મ, તત્ત્વજ્ઞાન, અનુવાદ અને સરસ્વતીચંદ્રપાસક્ષેપ જેવા વિવિધ સાહિત્યનું સર્જન અને સંપાદન કર્યું છે. તેમના તંત્રીલેખોમાં આદર્શ વ્યક્તિ તરીકે સ્થાપિત થતી પ્રતિભાઓના રેખાચિત્રો વધુ જોવા મળે છે. સ્વ. માનાભાઈ ભટ્ટ, પૂ. કલાપૂર્ણસૂરિશ્વરજી મહારાજ, ભંવરલાલજી નાહટા, સ્વ. ડૉ. શિવાનંદ, પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા, સ્વ. પંડિત પનાલાલ ગાંધી, સ્વ. વસનજી લખમશી શાહ, પન્યાસ શ્રી વરસંગવિજયજી, પંડિત દલસુખભાઈ માલવણિયા, ઉપાધ્યાય યશોવિજયજી પંડિત, કવિ વીરવિજયજી, સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ પત્રકાર તરીકે, ફાધર બાલાગેર, કફ્યુશિયસ જેવી પ્રતિભાઓની પ્રતિભાનું આલેખન તેમણે સુંદર રીતે કર્યું છે. કફ્યુશિયસ પરના લેખ વિષયક અંશ જોઈએ....
“મહાત્મા કફ્યુશિયસને ચીની સંસ્કૃતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચીનની પ્રજાના ઈતિહાસમાં તેમના જેવી બીજી કોઈ વ્યક્તિ થઈ નથી. તેમના
૧૧૪