________________
પાપા જ જૈન પત્રકારત્વ અપાય
ચીમનભાઈના લેખોમાં સર્વધર્મ સમભાવ, સમાનતા, વિવિધ કાયદાઓની જાણકારી, તેમાં કરેલ જોગવાઈ મુજબ થતા લાભ-ગેરલાભ, બંધારણમાં આચરેલ ફેરફાર, વિવિધ દેશોની સમકાલીન પરિસ્થિતિ અને સમીક્ષા તેમ જ ભારત સાથેનો તુલનાત્મક અભ્યાસ, ચૂંટણી પૂર્વેની-પછીની માહિતી, સમીક્ષાત્મક લેખો, નેતા, સંસદ, મંત્રીઓની દરેક કાર્યપ્રણાલી પર પણ તેમની નજર રહેતી અને તેનું વિશ્લેષણ પણ તેઓ કરતા. તેમાં મુખ્ય હેતુ તો નેતાનાં જે-તે કાર્યો કરવાથી સમાજને શું લાભ થયો તે જ રહેતો. કટોકટીના સમયે પણ તેમના લેખોમાં કોઈ જાતનો પક્ષપાત દેખાતો નહીં. સરકાર કે સત્તાધીશો ખોટાં હોય તો તેમના વિશે ટીકા કરતા તેઓ અચકાતા નહીં. યુદ્ધ સમયે સરહદની માહિતી આપતા અને દૂરંદેશીતા વાપરી યુદ્ધવિરામ પછી ફેલાતા સન્નાટામાં સંભળાતી નિરવ ચીસોના વર્ણનાત્મક લેખ પણ તેમણે લખ્યા છે.
તેમના વિકાસલેખ સમો “ચીનની અનોખી અને મૌલિક એવી નૂતન સમાજવ્યવસ્થા વિશે ચીનની વસ્તી વધુ હોવા છતાં તેમના પ્રગતિનાં પગલાંઓ કેવાં છે અને તેનાથી તેમણે કેટલી પ્રગતિ સાધી છે તે જાણવા મળે છે. લેખના કેટલાક અંશ અહીં વાંચીએ..
ચીનના વિકાસનું સ્વરૂપ પશ્ચિમથી સાવ ભિન્ન છે એટલું જ નહીં, પણ ચીન પોતાની આગવી અનોખી જીવનપદ્ધતિ ઘડવા માટે કટિબદ્ધ છે. એનો ખ્યાલ ચીનની ફરીવાર મુલાકાત લેનારને આવ્યા વિના રહેતો નથી. ચીન કંઈક જુદી જ, બીજા કોઈ પણ સ્થળે ન હોય એવી સદંતર ભિન્ન રચના કરી રહ્યું છે.
ગ્રામપ્રદેશમાં હજારો કિસાનો પોતાનાં ખેતર પર સખત પરિશ્રમ કરતા હોય છે. એ આ છાપને સમર્થન આપે છે. પશ્ચિમે કૃષિ ઉત્પાદન વધાર્યું છે, પણ એ સાથે જમીન સાથે જોડાયેલાને ત્યાંથી ખસી જવાની પણ ફરજ પડી છે. માઓસે-તુંગનું ચીન પણ સામુહિક કોમ્યુનોની પદ્ધતિ દ્વારા ખેતરના કદમાં વધારો કરી રહ્યું છે, પણ એ લોકોને ખેતર સાથે જ જોડાયેલા રાખે છે. પશ્ચિમની માફક ચીન એની ખેતીનું યાંત્રિકીકરણ કરી રહ્યું છે, પરંતુ યંત્રોને કારણે જે સ્થાનિક કામદારો પાસે કામ નથી રહેતું તેઓ શહેર તરફ વળતા નથી. એમને ત્યાં જ રાખવામાં આવે છે અને એ જ સ્થળે આવેલા ગૃહઉદ્યોગોમાં સમાવી લેવામાં આવે છે.
૧૧૩