________________
રાજાનારાજ જૈન પત્રકારત્વ અપાયજામાજીક
“બે ઠેકાણે શ્રી રતિલાલ મફાભાઈ શાહ ઉપર હડહડતા જૂઠાણાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ જે વિધાનોને અનુલક્ષીને કરવામાં આવ્યો છે. તેમાં નથી કહ્યું “હડહડતું” કે નથી કહ્યું “જૂઠાણું જોવામાં આવતું. તેમાં જે કંઈ છે તે નિબંધલેખકનો અંગત અભિપ્રાય છે. એક ઠોકાણે પ્રસ્તુત અવલોકનકાર જણાવે છે કે, ભાઈ રતિલાલના કહેવા મુજબ ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતમાં ગાંધીજીએ સુધારા-વધારા કર્યા છે. એટલે કે તેમના મત પ્રમાણે ભગવાન મહાવીર કરતાં પણ ગાંધીજી ચડી જાય છે અને આમ જણાવીને આ આક્ષેપને અનુકૂળ એવાં કેટલાંક વાક્યો ભાઈ શ્રી રતિલાલના નિબંધમાંથી તેઓ તારવી કાઢે છે, પણ એ જ નિબંધમાં પ્રસ્તુત ચર્ચાના અનુસંધાનમાં આગળ વધતાં શ્રી રતિલાલ શાહે જણાવ્યું છે કે, “ત્યારે એમની (ગાંધીજી) અહિંસા ઉપરથી ખૂબ વ્યાપક બની ગઈ હોવા છતાં ભીતરમાં ઊંડી પહોંચી નથી એમ ઘણાને સમજાય છે. એમની એ રાજદ્વારી કારણે મર્યાદા હોય તેમ જ એનો ઉકેલ વિશાળ જનસમાજની દષ્ટિએ આપ્યો હોય એમ પણ બને.” સ્પષ્ટીકરણ કરીને છેવટે જૈન ધર્મની સર્વશ્રેષ્ઠતા રજૂ કરતાં શ્રી રતિલાલે જણાવ્યું છે કે, “આટલી હદે જગતનો એક પણ ધર્મ પહોંચ્યો નથી; મહાકારુણિક બુદ્ધે પણ આટલી હદે જવાની હિંમત કરી નથી.” આવું મૂળ લેખમાં સ્પષ્ટ વિધાન કરવામાં આવ્યું છે. તેની પ્રસ્તુત અવલોકનકારે સમજણપૂર્વક ઉપેક્ષા કરી છે. અવલોકનના અંતભાગમાં શ્રી રતિલાલ શું માને છે અને શું માનતા નથી એને લગતી એક લાંબી યાદી આપવામાં આવી છે જે યાદી તૈયાર કરવામાં પણ વાસ્તવિક તથ્ય રજૂ કરવાને બદલે જૈન સિદ્ધાંતના તંત્રીની વિકૃત કલ્પનાશક્તિએ જ ઘણું કામ કર્યું છે અને જે વ્યક્તિ ખરેખર આસ્તિક ભાવનાવાળી અને સત્યનિષ્ઠ છે એ વ્યક્તિને એક પરમનાસ્તિક અને જૈન ધર્મના એક હિતશત્રુ તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો છે.
પરમાનંદજીના આ લેખમાં તેમની સાધર્મિક પ્રીતિનાં દર્શન થાય છે. એક સચોટ નિબંધને અને વ્યક્તિને થયેલા અન્યાય વિરુદ્ધ આંગળી ચિંધી છે. આમ પરમાનંદજીએ જનતાને ધાર્મિક અને સામાજિક જાગૃતિ આણવા વિસ્તૃત વૈચારિક ફલક આપ્યું તો તેમની બાદ આવેલા તંત્રીશ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે રાજકીય બાબતોને પણ સાંકળી લીધી હતી.
૧૧૨