________________
જૈન પત્રકારત્વ ગુણવત્તામાં પણ વધારો કર્યો છે.
પ્રબુદ્ધ જીવનની વિચારધારા : ગાંધીજીના ‘નવજીવન’ અને ‘હરિજન બંધુ' સામયિક પ્રબુદ્ધ જીવનના આદર્શ બન્યા. બેકનનું સૂત્ર ALL KNOWLEDGE IS MY PROVINCE અર્થાત્ જ્ઞાન માત્ર મારો પ્રદેશ છે. આ સૂત્ર પ્રબુદ્ધ જીવને અપનાવ્યું છે. માનવ મનનું ઉત્થાન થાય એવાં સાહિત્યનો પ્રબુદ્ધ જીવનમાં સમાવેશ કરવામાં આવ્યો. પરમાનંદભાઈ અને સંઘના પૂર્વ મંત્રી સુબોધભાઈ શાહ અંગ્રેજી જ્ઞાનભંડારથી, તો નિરુબહેન શાહ અને પુષ્પાબહેન પરીખ હિંદી સાહિત્ય વાંચી તેનો ગુજરાતી અનુવાદ પ્રબુદ્ધ જીવનમાં આપતાં રહે છે તેમ જ આપણી આર્ય સંસ્કૃતિને પોષતાં તત્ત્વોને જાળવી રાખવા, કોઈ પણ વિષય પર રાષ્ટ્રહિતને લક્ષમાં રાખીને જ સમભાવપૂર્વક ટીકા કરવી, ભાષાસમૃદ્ધિ જાળવવી, પ્રગતિ માટે અનુકૂલન સાધવું, અહિંસાવાદી અભિગમ સાધી સમાજના દૂષણ તત્ત્વો, વિચારો, વિરુદ્ધ અવાજ ઉપાડવો એ પ્રબુદ્ધ જીવનની વિચારધારા છે. તેમ જ ગાંધીજીના વિચારોથી પ્રેરિત આ સામયિક પ્રારંભથી લઈને આજ ૮૨ વર્ષ સુધી કઠિન તપશ્ચર્યાસમા નિયમ કોઈ પણ જાહેરખબરની આવક સ્વીકારવી નહીં’ના સિદ્ધાંતને અડગપણે વળગી રહ્યું છે. સમાજમાં કરુણાભાવ પ્રગટે, પ્રબુદ્ધ તત્ત્વ પ્રગટે, ધર્મ તત્ત્વ, જાગૃતિ અને વિશ્વબંધુત્વની ભાવનાનું રોપણ કરવું એ સામયિકનો મુખ્ય હેતુ તેના નામ પ્રમાણે તાદશ થાય છે. તંત્રીપદે નવા નવા વિદ્વાન મહાનુભવો આવતા ગયા તેમ તેમ સામયિક વધુ લાવણ્યમય બન્યું. નવા નવા રૂપ ધારણ કર્યા તેમ છતાં દરેક કાળે મુખ્ય હેતુ તો જાગૃતિ, બંધુત્વ, કરુણાનો રહ્યો છે. પછી ભલે ને તે આંતરિક, સામાજિક, રાષ્ટ્રીય, ધાર્મિક કેમ ન હોય ?
પ્રબુદ્ધ જીવનના ઘડવૈયા: પ્રબુદ્ધ જીવનને ઘડવામાં અને નવા વિચારોને મૂર્તિમંત કરવામાં અન્ય નિષ્ઠાવાન કાર્યકરોની સાથોસાથ મુખ્ય ત્રણ રાહબરો પરમાનંદજી કાપડિયા, ચીમનલાલ ચકુભાઈ શાહ અને ડૉ. રમણલાલ ચી. શાહનો સિંહફાળો છે. તેમણે પ્રબુદ્ધ જીવનના ઘડતરની સાથોસાથ મુંબઈ જૈન યુવક સંઘને આદર્શ સંસ્થા બનાવી સામાજિક ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા અને પ્રતિષ્ઠા સ્થાપ્યાં. પ્રબુદ્ધ જૈનના તંત્રીપદે પરમાનંદજી કાપડિયા ૧લી મે, ૧૯૫૧થી ૧૫મી
૧૧૦